Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
વિખ્યાત વિજેતા પણ ઘમંડી યુવાન ૮૩ સિકંદરના સમયમાં પણ હિંદમાં ઊંચી જાતના પોલાદની તરવારો બનતી હતી અને પરદેશમાં તેની ભારે કદર થતી હતી.
સિકંદર ઈરાનથી આગળ વધ્યા. આજે જ્યાં આગળ હેરાત, કાબુલ અને સમરકંદ આવેલાં છે તે પ્રદેશમાં થઈને તે સિંધુ નદીના ઉત્તર તરફના પ્રદેશમાં પહોંચે. અહીં પહેલે હિંદી રાજા તેની સામે થયા. ગ્રીક ઈતિહાસકારે પોતાની ભાષામાં તેનું નામ પિરસ આપે છે. તેનું ખરું નામ કંઈક એને મળતું જ હોવું જોઈએ પણ આપણને તેની ખબર નથી. એમ કહેવાય છે કે, પોરસ બહુ બહાદુરીથી લડ્યો અને સિકંદર મુશ્કેલીથી તેને જીતી શક્યો. કહે છે કે, તે કદાવર અને ભારે બહાદુર પુરુષ હતા. સિકંદર ઉપર તેની હિંમત અને બહાદુરીની એટલી બધી અસર પડી કે હરાવ્યા પછી તેનું રાજ્ય તેણે તેને પાછું સોંપ્યું. પરંતુ હવે તે સ્વતંત્ર રાજા મટી ગ્રીક લેકેને ખંડિયે બન્ય.
સિકંદરે હિંદની વાયવ્યમાં આવેલા ખબર ઘાટને માગે તક્ષશિલા થઈને પ્રવેશ કરે. તક્ષશિલા રાવલપિંડીથી સહેજ ઉત્તરમાં હતું અને આજે પણ ત્યાં આગળ આપણે એ પ્રાચીન નગરના અવશેષો જોઈ શકીએ છીએ. પારસ ઉપર જીત મેળવ્યા પછી સિકંદરે દક્ષિણમાં ગંગા નદી તરફ આગળ વધવાનો વિચાર કર્યો હોય એમ જણાય છે. પરંતુ તેણે એ વિચાર માંડી વાળ્યો અને સિંધુ નદીના પ્રદેશમાં થઈને તે પાછો ફર્યો. પરંતુ સિકંદર હિંદુસ્તાનના મધ્ય ભાગ સુધી આગળ વચ્ચે હેત તે શું થાત એ વિષે કલ્પના કરવી એ અતિશય ઊતુકભરેલું થઈ પડે એમ છે. એને વિજય મળતે રહેત કે હિંદના લશ્કરે એને હરાવ્યો હોત? હિંદની સરહદ ઉપરના પોરસ જેવા એક નાનકડા રાજાએ તેને સારી પેઠે હંફાવ્ય એ ઉપરથી એમ ધારી શકાય કે મધ્ય હિંદનાં મોટાં રાજ્ય તેને અટકાવવાને સમર્થ નીવડ્યાં હોત. પણ સિકંદરને ઈરાદે ગમે તે હોય, તેના સૈનિકોના નિર્ણય પ્રમાણે જ તેને ચાલવું પડયું. ઘણાં વર્ષોના રખડાટથી થાકીને તેઓ કંટાળ્યા હતા. એ પણ બનવા જોગ છે કે હિંદના સૈનિકોની લડવાની તાકાતથી પણ તેમના ઉપર ભારે છાપ પડી હોય અને તેથી આગળ વધીને હાર ખાવાનું જોખમ વહોરવાનું તેમણે ન ઈચ્છયું હોય. એનું કારણ ગમે તે હો, પણ સૈન્ય પાછા ફરવાનો આગ્રહ રાખે, અને સિકંદરને સંમત થવું પડયું. તેની આ વળતી મુસાફરી ભારે આપત્તિભરી