Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન આપણે એમને માટે શેક કરીએ છીએ. ડગલે ડગલે આપણને એમની ખોટ સાલે છે. દિવસ વીતે છે પણ આપણી ગમગીની ઓછી થતી નથી કે નથી એમનો વિયોગ સહ્ય બનત. પણ પછી મને વિચાર આવે છે કે આપણે આમ શેક કર્યા કરીએ એ તેમને જ ન ગમે. જેમાં તેમણે મુસીબતેને સામનો કર્યો અને વિજય મેળવ્યો તે રીતે આપણે પણ શેક ઉપર વિજય મેળવીએ એમ તે ઈચ્છે. તેમનું અધરું રહેલું કાર્ય આપણે આગળ ધપાવીએ એ તેમને પસંદ પડે. જ્યારે કર્તવ્ય કાર્ય આપણને નેતરી રહ્યું હોય અને હિંદની આઝાદીનું ધ્યેય આપણી સેવા માગતું હોય, ત્યારે આપણે કેવી રીતે આરામ કરી શકીએ અથવા તે વ્યર્થ શેક કર્યા કરીએ? એ બેયને ખાતર જ તેમણે પિતાના પ્રાણ આપ્યા. એ ધ્યેયને ખાતર જ આપણે પણ જીવીશું, કાર્ય કરીશું અને જરૂર પડે તે આપણું પ્રાણ આપીશું. આખરે તે, આપણે તેમનાં જ સંતાન છીએ અને તેમનાં ધગશ, સામર્થ્ય અને નિશ્ચયબળને કંઈક અંશ આપણને પણ મળે છે.
તને આ પત્ર લખી રહ્યો છું ત્યારે નીલવર્ણ, અગાધ, અરબી સમુદ્રને પટ મારી સામે વિસ્તરી રહ્યો છે અને બીજી બાજુ ઘણે લાંબે અંતરે, હિંદુસ્તાનનો કિનારો દૂરને દૂર સરતે જાય છે. આ અતિ વિશાળ અને લગભગ અમાપ વિસ્તારને હું વિચાર કરું છું અને જ્યાંથી મેં તને આગળના પત્રો લખ્યા હતા તે નૈની જેલની, ફરતે ઊંચી દીવાલવાળી, નાનકડી બરાકને તેની જોડે સરખાવું છું. જ્યાં સમુદ્ર આકાશને મળત ભાસે છે ત્યાં આગળ ક્ષિતિજની રેખા મને સ્પષ્ટ દેખાય છે. પણ જેલમાં તે તેની આસપાસની દીવાલની ટોચ એ જ કેદીની ક્ષિતિજ હોય છે. આપણામાંથી જેઓ જેલમાં હતા તેમાંના ઘણાખરા આજે બહાર છે અને તેઓ બહારની ખુલ્લી હવા લઈ શકે છે. પણ આપણા કેટલાક સાથીઓ હજીયે જેલની સાંકડી ખોલીઓમાં પડ્યા છે અને તેમને સમુદ્ર, જમીન કે ક્ષિતિજ વગેરે જેવાનાં મળતાં નથી. હિંદ પણ હજી કારાવાસમાં જ છે અને તેની મુક્તિ હજી બાકી છે. જે હિંદ સ્વતંત્ર ન હોય તે પછી આપણી સ્વતંત્રતાની શી કિંમત?