Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઈતિહાસનું રેખાદર્શન તેજસ્વી તારે છે અને આપણું પેઠે ઘણાએ શાણે અને પ્રીતિપાત્ર મિત્ર ગુમાવ્યા. પણ તેમનું મૃત્યુ કેવું ધન્ય હતું! સ્વસ્થ ચિત્તે અને નીડરતાથી, વિફરેલા અને પાગલ બનેલા ટોળાનો તેમણે સામને કર્યો અને જોખમ તથા મૃત્યુની મધ્યે ઊભા રહીને પણ તેમણે માત્ર બીજાંઓને અને તેમને કેવી રીતે ઉગારી શકાય એ જ વિચાર કર્યો!
આ ત્રણ માસમાં કેટકેટલા ફેરફાર થયા! કાળના મહાસાગરમાં તે એટલે સમય એક બિંદુ સમાન છે અને પ્રજાના જીવનની તે એ એક પળમાત્ર છે! ત્રણ અઠવાડિયાં ઉપર હું સિંધમાં સિંધુ નદીની ખીણમાં આવેલાં મેહન–જો–દડેનાં ખંડિયેર જોવા ગયો હતે. એ વખતે તું મારી સાથે નહતી. ત્યાં આગળ મેં જમીનમાંથી બહાર નીકળી આવતું એક મોટું શહેર ભાળ્યું, એ શહેરમાં નકકર ઈંટથી બાંધેલાં મકાને હતાં અને વિશાળ રસ્તાઓ હતા. કહે છે કે, એ શહેર પાંચ હજાર વરસ ઉપર બંધાયું હતું. આ પ્રાચીન શહેરમાંથી મળી આવેલું સુંદર ઝવેરાત અને ઘડાઓ પણ મેં જોયા. એ જોતાં મને સુંદર સુંદર કપડાં પહેરી મહોલ્લાઓ અને ગલીઓમાં આમતેમ ફરતાં સ્ત્રી પુરૂષોની, રમત રમતાં બાળકોની, માલથી ભરેલાં બજારેની, માલ વેચતા અને ખરીદતા લેકેની તથા મંદિરેમાં વાગતા ઘંટની કલ્પના આવી.
આ પાંચ હજાર વરસોથી હિંદ છવતું આવ્યું છે અને એ કાળ દરમ્યાન તેણે ઘણાયે ફેરફારો નિહાળ્યા છે. મને કઈ કોઈ વાર વિચાર આવે છે કે આપણી આ વયેવૃદ્ધ ભારતમાતા, જે પ્રાચીન હોવા છતાં અદ્યાપિ અત્યંત સુંદર અને તરણ છે, તે તેનાં બાળકોની અધીરાઈ ઉપર, તેમની ક્ષુલ્લક ઉપાધિઓ ઉપર અને તેમના ક્ષણજીવી હર્ષશોક ઉપર હસતી નહિ હોય !