Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૯૦.
જગતના ઇતિહાસનું રેખાદર્શન જોખમ હતું એટલે તે અટકાવવા માટે ઝીણવટપૂર્વક તકેદારી રાખવામાં આવતી. મુખ્ય મહોલ્લાઓમાં હમેશાં હજારોની સંખ્યામાં પાણીથી ભરેલાં વાસણ રાખવામાં આવતાં. દરેક ગૃહસ્થને પણ પિતાના ઘરમાં પાણીથી ભરેલાં વાસણ તથા નિસરણ, આંકડીઓ અને આગને પ્રસંગે ઉપયોગમાં આવે એવી બીજી જરૂરી ચીજો પણ રાખવાની ફરજ પાડવામાં આવતી.
શહેરને અંગેને એક નિયમ કૌટિલ્ય નેંગે છે તે જાણીને તને રમૂજ આવશે. મહોલ્લામાં કચરો નાખે તેને દંડની શિક્ષા કરવામાં આવતી. જે કઈ મહોલ્લામાં કાદવ કે પાણી એકઠું થવા દે તે તેને પણ દંડ કરવામાં આવતો. જે આ નિયમોનો અમલ કરવામાં આવતું હશે તે પાટલીપુત્ર અને બીજાં શહેરો સુંદર, સ્વચ્છ, આરોગ્યદાયી હોવાં જોઈએ. આપણી મ્યુનિસિપાલિટીઓ આવા કેટલાક નિયમે દાખલ કરે તે કેવું સારું !
પાટલીપુત્રને વહીવટ કરવા માટે એક સુધરાઈ-સભા (મ્યુનિસિપલ કાઉન્સિલ) હતી.નગરવાસીઓ આ સભાની ચૂંટણી કરતા. એના ત્રીશ સભ્ય હતા. અને પાંચ પાંચ સભ્યની બનેલી તેની છ સમિતિઓ હતી. આ સમિતિઓ શહેરના હુન્નરઉદ્યોગ ઉપર દેખરેખ રાખતી, મુસાફરો અને યાત્રાળુઓ માટે વ્યવસ્થા કરતી, કર ઉઘરાવવાને ખાતર જન્મમરણની નોંધ રાખતી તથા માલના ઉત્પાદન અને બીજી બાબતે ઉપર પણ લક્ષ રાખતી. આખી સભા સફાઈ, આવકખર્ચ, પાણીની વ્યવસ્થા, બાગબગીચા અને સાર્વજનિક ઇમારત ઉપર ધ્યાન આપતી અને તેને વહીવટ કરતી.
ન્યાય કરવાને માટે ત્યાં પંચાયત હતી અને અપીલ સાંભળવા માટેની અદાલતે પણ હતી. દુકાળનિવારણ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી અને રાજ્યના ધાન્યના ભંડારને અરધે ભાગ દુકાળના સમયે ઉપયોગ માટે ભરેલે અનામત રાખવામાં આવતો.
૨,૨૦૦ વર્ષ પૂર્વે ચંદ્રગુપ્ત અને ચાણક્ય સ્થાપેલું મર્ય સામ્રાજ્ય આવું હતું. એને વિષે મેગેસ્થનિસે અને કૅટિલ્ય લખેલી થડી બાબતને મેં આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. એટલા માત્રથી પણ તે સમયે ઉત્તર હિંદુસ્તાન કેવું હતું તેને તને સાધારણ ખ્યાલ આવશે. પાટનગર પાટલીપુત્રથી માંડીને સામ્રાજ્યનાં બીજાં મોટાં મોટાં નગર અને હજારો નાના નાના કસબાઓ અને ગામડાંઓ ચેતનથી