Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
વિખ્યાત વિજેતા પણ ઘમંડી યુવાન ૮૫ સિકંદર ઈ. પૂ. ૩૨૬ની સાલમાં હિંદમાં આવ્યું. તેનું આગમન એ માત્ર દરેડારૂપે જ હતું અને હિંદ ઉપર તેની કશીયે અસર થઈ નહિ. કેટલાક લેકે એમ માને છે કે એ ચડાઈ હિંદીઓને ગ્રીક લેકે સાથે સંપર્ક સાધવામાં મદદરૂપ નીવડી. પરંતુ ખરી હકીક્ત એ છે કે, સિકંદરના સમય પહેલાં પણ પૂર્વ અને પશ્ચિમના દેશે વચ્ચે મોટે રાજમાર્ગ હતું અને હિંદને સંબંધ ઈરાન સાથે તથા ગ્રીસ સાથે પણ સતત ચાલુ હતે. અલબત, સિકંદરના આગમનથી આ સંબંધ વચ્ચે હશે અને હિંદી તેમજ ગ્રીક એ બંને સંસ્કૃતિ વચ્ચે વધારે સંપર્ક અને મેળ સધાયે હશે.
સિકંદરની ચડાઈ અને તેના મૃત્યુને પરિણામે હિંદમાં એક મહાન સામ્રાજ્યની સ્થાપના થઈ. એ સામ્રાજ્ય તે મૌર્ય સામ્રાજ્ય. માર્ય કાળ એ હિંદુસ્તાનના ઈતિહાસના ઉજજ્વળ યુગેમને એક છે. અને એના ઉપર આપણે થોડે સમય આપવો જોઈશે.