Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૮
ચંદ્રગુપ્ત મૌર્ય અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર
૨૫ જાન્યુઆરી, ૧૯૩૧ મેં એક પત્રમાં મગધને ઉલ્લેખ કર્યો હતે. આજના બિહાર પ્રાંતની જગ્યાએ આવેલું એ એક પ્રાચીન રાજ્ય હતું. એ રાજ્યની રાજધાની પાટલીપુત્ર એટલે આજનું પટના હતું. આપણે અત્યારે જે સમયની વાત કરી રહ્યાં છીએ તે સમયે મગધમાં નંદ નામના રાજવંશના રાજાઓ રાજ્ય કરતા હતા. હિંદના વાયવ્ય સરહદના પ્રદેશ ઉપર સિકંદરે ચડાઈ કરી તે સમયે પાટલીપુત્રમાં એ જ નંદવંશને રાજા રાજ્ય કરતે હતે. ઘણું કરીને એ જ રાજાને કોઈ સંબંધી, ચંદ્રગુપ્ત નામનો યુવાન હતે. ચંદ્રગુપ્ત ભારે હોશિયાર, શક્તિશાળી અને મહત્ત્વાકાંક્ષી પુરુષ હોય એમ લાગે છે. તેને વધારે પડતો હોશિયાર ધારીને અથવા તે તેનું કેઈક કાર્ય ન ગમવાને કારણે નંદ રાજાએ તેને પિતાના રાજ્યમાંથી દેશવટે આપે. ચંદ્રગુપ્ત ઉત્તરે આવેલા તક્ષશિલા નગરમાં ગયે. બનવા જોગ છે કે સિકંદર અને ગ્રીક લોકો વિષેની વાત સાંભળીને તે ત્યાં જવા પ્રેરાય હેય. તેની સાથે વિષ્ણુગુપ્ત નામનો એક અતિશય કુશળ બ્રાહ્મણ પણ હતા. તેને ચાણક્ય પણ કહેવામાં આવે છે. ચંદ્રગુપ્ત અને ચાણક્ય એ બંને જણે નસીબને કે કંઈ આપત્તિ આવી પડે તેને વશ થાય એવા નરમ અને ઢીલાપિચા પુર નહતા. તેમના મનમાં મોટી મોટી યોજનાઓ રમી રહી હતી અને તેઓ આગળ વધવા અને સફળતા પ્રાપ્ત કરવા માગતા હતા. સંભવ છે કે, ચંદ્રગુપ્ત સિકંદરની કીતિથી આશ્ચર્યચકિત થયે હોય અને તેનું અનુકરણ કરવાને પ્રેરાયો હોય. આ કાર્ય પાર પાડવા માટે ચાણક્ય જેવો આદર્શ મિત્ર અને ઉત્તમ સલાહકાર તેને મળી ગયે. બંને જાગ્રત રહીને ફરતા હતા અને તક્ષશિલામાં શા બનાવે બને છે તેનું કાળજીથી નિરીક્ષણ કરતા હતા. તેઓ અનુકૂળ મકાની રાહ જોતા હતા.