Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૮૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન નીવડી. માર્ગમાં સૈન્યને ખેરાક અને પાણીના સાંસા પડવાથી તેને ખૂબ વેઠવું પડ્યું. થોડા જ વખત પછી ઈ. પૂ. ૩૨૩ની સાલમાં બેબિલેનમાં સિકંદર મરણ પામે. ઈરાન ઉપર ચડાઈ કરવા નીકળ્યા પછી તેણે ફરીથી પિતાની માતૃભૂમિ મેસેડોનનાં દર્શન ન કર્યા.
આમ તેત્રીસ વરસની વયે સિકંદર મરણ પામ્યા. પિતાની ટૂંકી કારકિર્દી દરમ્યાન આ “મહાન” પુરુષે શું કર્યું? કેટલીક લડાઈઓમાં તેણે ભારે ફતેહ મેળવી એ ખરું, તે મહાન સેનાપતિ હતા એ પણ નિર્વિવાદ છે; પરંતુ તે મિથ્યાભિમાની અને ઘમંડી હ તથા કેટલીક વાર તે અતિશય ક્રર અને ઘાતકી બની જતું. પિતાને તે દેવ સમાન માનતે. ક્રોધવશ થઈને કે ક્ષણિક ધૂનમાં આવી જઈને તેણે પિતાના કેટલાક ઉત્તમ મિત્રોને ઘાત કર્યો અને રહેવાસીઓ સમેતા મેટાં મોટાં કેટલાંયે નગરોને નાશ કર્યો. પિતે ઊભા કરેલા સામ્રાજ્યમાં તે કશું જ સ્થાયી કે સંગીન – સારા રસ્તાઓ જેવું કંઈક – મૂકી ગયો નહિ. ખરતા તારાની જેમ તે આવ્યા અને ગયો, અને તેની
સ્મૃતિ સિવાય બીજું કશું જ પિતાની પાછળ મૂકી ન ગયો. તેના મરણ પછી તેના કુટુંબના માણસોએ માંહોમાંહે એકબીજાની કતલ કરી અને તેના વિશાળ સામ્રાજ્યના ટુકડેટુકડા થઈ ગયા. તેને વિશ્વવિજેતા કહેવામાં આવે છે. અને દુનિયામાં તેને માટે કશું જીતવાનું બાકી નહોતું રહ્યું એટલા ખાતર તે એક વખત રોવા લાગ્યું હતું એમ પણ કહેવાય છે ! પરંતુ વાયવ્ય સરહદના થોડા પ્રદેશ સિવાય આ હિંદુસ્તાન તે જીત્યા વિનાને પડ્યો હતો. વળી ચીન પણ તે સમયે એક મોટું રાજ્ય હતું, અને સિકંદર ચીનની દિશામાં તે ગયે પણ નહોતા.
એના મરણ પછી તેનું સામ્રાજ્ય તેના સેનાપતિઓએ વહેંચી લીધું. મિસર ટોલેમીને હસ્તક ગયું. તેણે ત્યાં મજબૂત રાજ્યને પાયે નાખે અને પિતાને રાજવંશ ચલાવ્યું. તેના અમલ તળે મિસર બળવાન રાજ્ય બન્યું. ઍલેક્ઝાંયિા તેની રાજધાની બની. એ બહુ મોટું શહેર હતું અને વિજ્ઞાન, ફિલસૂફી તથા વિદ્યા માટે પ્રખ્યાત હતું.
ઈરાન, મેસેપિટેમિયા અને એશિયામાઈનરને થોડે ભાગ સેલ્યુકસ નામના બીજા સેનાપતિને ભાગ ગયે. આ ઉપરાંત સિકંદરે હિંદને વાયવ્યને જે પ્રદેશ જીત્યો હતો તે પણ તેને ભાગ આવ્યો. પરંતુ હિંદના પ્રદેશ ઉપર તે કાબૂ રાખી શક્યો નહિ. અને ત્યાં આગળ રાખવામાં આવેલા ગ્રીક સૈન્યને સિકંદરના મરણ પછી હાંકી કાઢવામાં આવ્યું.