Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૭૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન
સ્પાઈની મદદ આવી પહોંચે તે પહેલાં જ ઍથેન્સના લેકે ઈરાનના લશ્કરને હરાવવામાં સફળ થયા. ઈ. સ. પૂ. ૪૯૦ની સાલમાં મેરેથોન આગળ થયેલી મશહૂર લડાઈમાં આ બનાવ બન્ય.
ગ્રીસનું એક નાનકડું નગરરાજ્ય આવડા મોટા સામ્રાજ્યના સૈન્યને હરાવી શક્યું એ વાત જરા વિચિત્ર લાગે છે. પરંતુ વસ્તુતઃ એ વાત આપણને જણાય છે એટલી વિચિત્ર નથી. ગ્રીક લેક પિતાના જ વતનમાં અને વતનને ખાતર લડતા હતા, જ્યારે ઈરાનનું સૈન્ય તેમના મુલકથી ખૂબ દૂર હતું. વળી ઈરાનનું પચરંગી સૈન્ય સામ્રાજ્યના જુદા જુદા ભાગોમાંથી આવેલા ભાડુતી સૈનિકનું બનેલું હતું. તેમને પગાર મળતે એટલા પૂરતા જ તેઓ લડતા હતા, અને ગ્રીસ જીતી લેવામાં એ સૈનિકોને પિતાને બહુ રસ નહોતે. એથી ઊલટું ઍથેન્સના લે કે તે પિતાની સ્વતંત્રતાને ખાતર લડતા હતા. પિતાની સ્વતંત્રતા ખોવા કરતાં તે મરવું તેમને વધારે પસંદ હતું; અને જેઓ કોઈ પણ ધ્યેયને ખાતર જાન કુરબાન કરવા તત્પર હોય તેમનો ભાગ્યે જ પરાજય થાય છે.
આ રીતે મેરેથેન આગળ દરાયસનો પરાજય થયા. થેડા સમય પછી તે ઈરાનમાં મરણ પામે અને ઝર્સીસ ગાદી ઉપર આવ્યા. ઝર્સીસને પણ ગ્રીસ જીતવાની મહત્ત્વાકાંક્ષા હતી અને તેના ઉપર ચડાઈ કરવા માટે તેણે સૈન્ય તૈયાર કર્યું. અહીં હું તને હિરડોટસે નેંધેલી એક અદ્ભુત વાત કહીશ. આરતાબનૂસ નામને ઝસસને એક કાકે હતે. તેને લાગ્યું કે ઈરાનના સૈન્યને ગ્રીસ સામે લઈ જવામાં જોખમ છે. આથી તેણે પોતાના ભત્રિજા ઝસસને ગ્રીસ ઉપર ચડાઈ ન કરવાને સમજાવવા પ્રયત્ન કર્યો. હિરડેટસ કહે છે કે ઝસીસે તેને આ પ્રમાણે જવાબ આપ્યો :
તમારી વાત કંઈક અંશે સાચી છે, પરંતુ તમારે સર્વત્ર ભય જ જોયા કરવો ન જોઈએ અથવા જોખમનો જ ખ્યાલ ન કર્યા કરવો જોઈએ. જે દરેક વસ્તુની આ જ રીતે ગણતરી કર્યા કરીએ તો કદીયે કંઈ પણ કાર્ય થઈ જ ન શકે. ભાવી અનિષ્ટની કલ્પનામાં હમેશાં મગ્ન રહીને કશુંયે વેઠવામાંથી ઊગરી જવા કરતાં તે હમેશાં આશાવાદી રહીને અરધી આપત્તિ વેઠી લેવી એ બહેતર છે. રજૂ કરવામાં આવેલી કોઈ પણ દરખાસ્ત એને પાર પાડવાને માર્ગ બતાવ્યા વિના જ તમે વખોડી કાઢશે તો જેમને તમે વિરોધ કરે છે તેમના જેટલું જ તમારે પણ વેઠવું પડશે.