Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઈતિહાસનું રેખાદર્શન સલાહ આપી હતી તે તેના કાકા આરતાબનૂસે તેને રહતે જોઈને પૂછયું, “હે સમ્રાટ, શેડા વખત ઉપર તમે જે કરી રહ્યા હતા અને હમણાં જે કરે છે એ બંને વસ્તુઓ એકબીજાથી કેટલી બધી ભિન્ન છે” કેમકે પોતાની જાતને ધન્ય ગણ્યા પછી તરત જ તમે આંસુ સારે છો.” ઝસીસે જવાબ આપ્યો, ‘તમારી વાત ખરી છે. પરંતુ ગણતરી કરી જોતાં મને લાગ્યું કે માણસની જિંદગી કેટલી બધી ટૂંકી છે ! અને સે વરસ પછી આ માનવસમુદાયમાંથી એક પણ માણસ હયાત નહિ હેય–આ વિચારે મારું હૃદય ભરાઈ આવ્યું.”
આ રીતે એ મોટી સેના જમીનમાર્ગે આગળ વધી અને દરિયામાર્ગે વહાણના મોટા કાફલાએ તેને સાથ આપ્યો. પરંતુ સમુદ્ર ગ્રીકલેકને પક્ષ લીધે અને ભારે તેફાનમાં ઝર્સીસનાં મોટા ભાગનાં વહાણે નાશ પામ્યાં. હેલન અથવા ગ્રીક લેકો આ મેટી સેના જોઈને ભયભીત બની ગયા અને માંહોમાંહેની લડાઈટંટા ભૂલીને હુમલે કરનારને તેમણે એકત્ર થઈને સામને કર્યો. ઈરાની સૈન્ય સામે તેમણે પ્રથમ પીછેહઠ કરી અને થર્મોપલી નામના સ્થળે તેને રોકવાનો પ્રયત્ન કર્યો. આ જગ્યા અતિશય સાંકડી હતી. તેની એક બાજુએ પર્વત હતા અને બીજી બાજુએ સમુદ્ર. આથી કરીને બહુ થોડા માણસે પણ મોટા લશ્કરની સામે તેને બચાવ કરી શકે એમ હતું. અહીં આગળ એ ઘાટન મરણુપર્યત બચાવ કરવાનું કાર્ય ૩૦૦ સ્પાર્ટાવાસીઓ સહિત લિનિડસને સોંપવામાં આવ્યું. મેરેથેના યુદ્ધ પછી દસ વરસ બાદ એ કટોકટીને દિવસે આ વીર પુરુષોએ પિતાના દેશની અમૂલ્ય સેવા બજાવી. ગ્રીક લશ્કર જ્યારે પીછેહઠ કરી રહ્યું હતું તે સમયે તેમણે ઈરાનની સેનાના દળને રોકી રાખ્યું. એ સાંકડા ઘાટમાં એક પછી એક માણસ પડતે ગમે તેમ તેમ તેની જગ્યા બીજાએ લીધી અને એ રીતે ઈરાનનું લશ્કર આગળ ન વધી શકયું. લિનિડસ અને તેના ત્રણસે સાથીઓ થર્મોપલી આગળ કપાઈ મૂઆ પછી જ ઈરાની લશ્કર આગળ વધી શકયું. ૨૪૧૦ વરસ પૂર્વે ઈ. પૂ. ૪૮ની સાલમાં આ બનાવ બન્યું હતું. પરંતુ આજે પણ તેમના અન્ય શૈર્યને વિચાર કરતાં આપણે રોમાંચ અનુભવીએ છીએ. આજે પણ થર્મોપેલી જનારે પ્રવાસી લિનિડસ અને તેના સાથીઓને પથ્થરમાં કોતરેલે સંદેશ અશ્રુભીની આંખે જુએ છેઃ
હે પથિક! તું સ્પા જઈને કહેજે કે તેની આજ્ઞાને વશ થઈને અમે અહીં મરણશરણ થયા છીએ.