Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૬
યશોધન ગ્રીસ
૨૩ જાન્યુઆરી, ૧૯૩૧ ઈરાની લકે ઉપરના ગ્રીક લેકોના વિજયનાં બે પરિણામે આવ્યાં. ઈરાની સામ્રાજ્યની પડતી શરૂ થઈ અને તે ધીરે ધીરે વધારે ને વધારે કમજોર થતું ગયું, અને ગ્રીક લેકના ઇતિહાસને અત્યંત તેજસ્વી યુગ શરૂ થયે. પ્રજાજીવનની દૃષ્ટિથી વિચારતાં આ પ્રતિભા બહુ અલ્પજીવી ગણાય. એકંદરે બસો વરસથીયે ઓછા સમયમાં ગ્રીસની મહત્તાનો અંત આવ્યું. તેની મહત્તા ઈરાન અથવા તે તેની પૂર્વે થઈ ગયેલાં બીજાં મહાન સામ્રાજ્યની મહત્તા જેવી નહોતી. એ પછી મહાન સિકંદર પેદા થયો અને તેણે પિતાની છતેથી થોડા સમય માટે આખી દુનિયાને ચકિત કરી દીધી. પણ હમણાં આપણે એની વાત નથી કરતાં. હાલ તે આપણે ઈરાન સાથેની લડાઈ અને સિકંદરના આગમન વચ્ચેના સમયની, એટલે કે થર્મોપેલી અને સેલેમિઝની લડાઈ પછીનાં ૧૫૦ વરસના સમયની ચર્ચા કરીએ છીએ. ઈરાની લેકાના ભયે ગ્રીક લોકોને એકત્ર કર્યા હતા. એ ભય દૂર થયો એટલે તેઓ પાછા એકબીજાથી અલગ પડી ગયા અને તરત જ માંહોમાંહે એકબીજા સાથે ઝઘડવા લાગ્યા. ખાસ કરીને ઍથેન્સ અને સ્પાર્ટીનાં નગરરાજ્ય વચ્ચે તીવ્ર સ્પર્ધા હતી. પરંતુ તેમની લડાઈની વાતની ખટપટમાં આપણે ન પડીએ. એનું કશું જ મહત્વ નથી. અને તે કાળમાં ગ્રીસે એ સિવાય બીજી રીતે મહત્તા પ્રાપ્ત કરી હતી એટલા જ ખાતર આપણે એ લડાઈઓને યાદ કરીએ છીએ. ગ્રીસના એ કાળનાં માત્ર થોડા ગ્રંથે, થેડી મૂર્તિઓ અને ચેડાં ખંડિયેરે આજે આપણને જોવા મળે છે. પરંતુ આ થેલી વસ્તુઓ પણ એવી છે કે તે જોઈને આપણે આનંદમાં ગરકાવ થઈ જઈએ છીએ અને ગ્રીક લોકેની અનેકવિધ મહત્તાથી આશ્ચર્યચક્તિ થઈએ છીએ. આ સુંદર મૂતિઓ ઘડનાર અને ઇમારતે બાંધનાર લેકનાં મન કેવાં ઉન્નત અને તેમના હાથ કેટલા કુશળ હશે ! ફીથિસ તે સમયને મશહૂર મૂર્તિકાર