Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૩ સંપત્તિ ક્યાં જાય છે?
૧૮ જાન્યુઆરી, ૧૯૩૧ મનુષ્ય જેમ જેમ પ્રગતિ કરતે ગમે તેમ તેમ માનવસમાજમાં જુદા જુદા વર્ગો કેવી રીતે વિકસતા ગયા, એ મેં તને મસૂરી લખેલા પત્રોમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો હતે. આરંભકાળના મનુષ્યનું જીવન કષ્ટમય હતું અને રાક મેળવવા માટે પણ તેને મથવું પડતું. તે રોજેરોજ શિકાર કરતે, ફળફળાદિ એકઠાં કરતે અને ખોરાકની શોધમાં એક ઠેકાણેથી બીજે ઠેકાણે રખડતે ફરતે. ધીમે ધીમે તેમની જાતિઓ (ડ્રાઈબ) બંધાવા લાગી. જાતિઓ એ ખરી રીતે એક સાથે શિકાર કરનાર અને એક સાથે રહેનાર મોટાં કુટુંબે જ હતાં. એકલા રહેવા કરતાં એકબીજાની સાથે રહેવું એ વધારે સલામતી-ભર્યું હતું. એ પછી એક ભારે પરિવર્તન થયું. ખેતીની શોધ થઈ અને એ શોધે ભારે ફેરફાર કરી નાખ્યો. આખે વખત શિકાર કર્યો કરવા કરતાં ખેતી કરીને જમીનમાંથી ખોરાક ઉત્પન્ન કરવાનું લોકોને ઘણું સહેલું લાગ્યું. અને ખેડવું, વાવવું તથા લણવું વગેરે કામને માટે પિતાની જમીન પર જ ઠરીઠામ થઈને રહેવાની જરૂર ઊભી થઈ. હવે પહેલાની જેમ માણસથી ગમે ત્યાં રખડાય એમ નહતું; પણ તેને પિતાના ખેતર પાસે જ રહેવું પડતું. આ રીતે ગામે અને કસબાએ વસ્યા.
ખેતીને કારણે બીજા પણ કેટલાક ફેરફાર દાખલ થયા. જમીનમાંથી ઉત્પન્ન થયેલી ખોરાકની ચીજો પ્રમાણમાં એટલી બધી હતી કે એકદમ તે બધી વાપરી કઢાય એમ નહોતું. આથી ખેરાકની વધારાની ચીજને સંગ્રહ કરવામાં આવતું. શિકારના જમાનામાં હતું તેના કરતાં હવે લેકેનું જીવન વધારે જટિલ બન્યું. કેટલાક લોકો ખેતરમાં અને બીજે ઠેકાણે મહેનત મજૂરી કરતા અને કેટલાક લેકે વ્યવસ્થા અને વહીવટનું કામ કરતા. વ્યવસ્થા અને વહીવટ કરનારાઓ કાળક્રમે વધારે જબરા થયા અને તેઓ સરદાર, શાસક, રાજા અથવા તે અમીર બની બેઠા. અને તેમનામાં તાકાત હવાને - કારણે, પેદા થયેલા ખેરાકને વધારાને ઘણખરે ભાગ તેઓ પિતાને