Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ઈશુ પહેલાંની છઠ્ઠી સદીના ધમસંપ્રદાયે છે કઈ પણ નિરૂપણમાં આપણે તેમની અવગણના ન કરી શકીએ. પરંતુ તેમને વિષે લખવામાં મને કંઈક મુશ્કેલી નડે છે. મહાન ધર્મોના સંસ્થાપક જગતના સૈથી મહાન અને ઉમદા પુરુષો હતા એ તો નિર્વિવાદ છે. પરંતુ તેમના ઘણાખરા શિષ્ય અને અનુયાયીઓ તે મહાન કે ઉમદા નહોતા. ધર્મ તે આપણા વિકાસને અર્થે અને આપણને વધારે સારા અને ઉન્નત કરવાને અર્થે છે, પરંતુ તેણે માણસને પશુની પેઠે વર્તતા કર્યા છે એમ આપણે ઘણી વાર ઇતિહાસમાં જોઈએ છીએ. લેકેને જ્ઞાનને પ્રકાશ આપવાને બદલે ધમેં ઘણી વાર તેમને અંધકારમાં રાખવા પ્રયત્ન કર્યો છે તથા તેમનાં મન ઉદાર કરવાને બદલે તેમને સંકુચિત મનના અને બીજા પ્રત્યે અસહિષ્ણુ બનાવ્યા છે. ધર્મને નામે મહાન અને ઉદાત્ત કાર્યો થયાં છે એ ખરું, પરંતુ એને નામે લાખ્ખ માણસેની કતલે પણ થઈ છે તથા હરકોઈ પ્રકારના ગુના પણ થયા છે.
તે પછી માણસે ધર્મ પ્રત્યે કેવું વલણ રાખવું એ સવાલ ઉપસ્થિત થાય છે. કેટલાક લોકોને મન ધર્મ એટલે પરલક– પછી તેને સ્વર્ગ, વૈકુંઠ, બ્રહ્મલેક કે એવું ગમે તે નામ આપ. સ્વર્ગમાં જવાની આશાએ લેકે ધર્મ પાળે છે અથવા અમુક કર્મો કરે છે. આ ઉપરથી, જલેબી મેળવવાની આશાએ સભ્યતાથી વર્તતા છોકરાની વાત મને યાદ આવે છે! જો કોઈ બાળક નિરંતર મીઠાઈ કે જલેબીના જ વિચાર કર્યા કરતો હોય તે તેને તું ગ્ય કેળવણી પામેલ બાળક ન જ કહે, ખરું ને? અને જે બાળકે મીઠાઈ કે એવી વસ્તુઓની લાલચથી જ બધું કામ કરતાં હોય તેમને તે તું એથીયે વિશેષ નાપસંદ કરશે. તે પછી જે મોટેરાઓ પણ આ રીતે જ વિચારતાં અને વર્તતાં હોય તેમને વિષે આપણે શું કહીશું? કેમકે, જલેબીની અને સ્વર્ગની લાલચમાં મહત્વને ફરક નથી. આપણે બધાં જ થોડેઘણે અંશે સ્વાયી છીએ. પરંતુ આપણે આપણાં બાળકને એવી કેળવણી આપીએ છીએ કે જેથી કરીને તેઓ બને એટલાં વધારે નિઃસ્વાથી થાય. કંઈ નહિ તે આપણે આદર્શ તે સંપૂર્ણપણે પરગજુ થવાને જ હવે જોઈએ કે જેથી આપણે તે પ્રમાણે જીવન ગાળવાને પ્રયત્ન કરીએ.
આપણે બધાં જ કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરવા તથા આપણાં કાર્યોનું ફળ જેવાને ઝંખીએ છીએ. એ સ્વાભાવિક છે. પરંતુ આપણું અન્તિમ