________________
૮૧૨ ]
દન અને ચિંતન
સમાજ જુદી રીતે વર્તે ત્યારે તેના ઉપર અન્ય ખળાના પ્રભાવ હાય જ છે." જૈન સમાજ ઉપર પણ વૈદિક અને સ્માત્ સમાજનાં બળાને પ્રભાવ બહુ છે. દીક્ષાના ફ્રૂટ પ્રશ્ન ઃ
નબળા
સાધુવૃંદ વિશે નિર્માલ્ય અને બુદ્ધિજડ જેવાં વિશેષણા વાંચીને કેટલાકને ક્ષેાભ થાય, પણ એવા જ ભાઈ એ તે ખરાખર નિરીક્ષણ કરશે તો એ કથન સત્ય લાગવાનું. વળી દીક્ષા એ ધાર્મિક-આધ્યાત્મિક હાવા ઉપરાંત સામાજિક પણ છે. એટલે એની સાથે સામાજિક હિતાહિતને સવાલ વિચાર્યું વિના ન ચાલે. છેવટે તે દીક્ષિત સમાજાશ્રિત જ છે. સમાજના પડધા દીક્ષિત ઉપર પડે જ છે અને સબળ દીક્ષિત સમાજને ચડાવે પણ છે. તેથી લેખકનું આ દૃષ્ટિિંદુ દીક્ષાના પ્રસંગમાં વિચારવા જેવું છે. આ પછીના સાતમા અને આઠમા નબરવાળા બન્ને લેખા (બાળદીક્ષા' અને હજી પણ અયેાગ્ય દીક્ષા') દીક્ષાને લગતા જ છે. ખાળદીક્ષા અને અયાગ્ય દીક્ષા આપવાને કારણે પોતાની થયેલી અને થતી ફજેતી સામે આંખમીંચામણાં કરવા ન ઇચ્છનાર અને ખુલ્લા મને સત્ય વિશે વિચાર કરવા ઇચ્છનાર સાધ્રુવ તેમ જ ઉપાસકવતે આ લેખમાં ધણું સત્ય અને શિવ જણાશે.
૯ થી ૧૪ સુધીના ૭ લેખા જુદી જુદી રીતે પણ જૈન સમાજની સ્પૃસ્યાસ્પૃશ્યતાની ભાવનાને જ સ્પર્શે છે, અને તે ભાવનાથી નીપજતાં અનિષ્ટ પરિણામેા તરફ સમાજને સાવધાન કરે છે, તે સાથે જૈન દર્શન તેમ જ ધર્મની યથાર્થ ભૂમિકાનું નિરૂપણ કરે છે,
દેવદ્રવ્યના ઉપયાગ :
આ લેખમાં દેવદ્રવ્યના પ્રશ્નને સ્પર્શતા અનેક દષ્ટિએ વિચાર રજૂ થયે છે, જે બધા જ સમજદારને માટે એકસરખા ઉપયાગી છે. દેવદ્રવ્યના પ્રશ્ન અત્યાર લગીમાં એટલા બધા વધારે તે વિવિધ રીતે ચર્ચાયા છે કે તે બાબત આ લેખ વાંચી જવાની ભલામણ કરવા ઉપરાંત કાંઈ વિશેષ કહેવાપણું રહેતું નથી. હા, લેખકના સર્વ કલ્યાણકાંક્ષી પણ કકળતા હૃદયમાંથી એક વેધક ઉક્તિ સરી પડી છે. આ રહી તે ઉક્તિઃ પણ અમારી કાઈ પણ ધાર્મિક
સંસ્થા સબંધમાં આપણી સરકારે કશો જ કાયદે ન કરવા અને કાઈ કાયદે કરવામાં આવશે તે તેને અમે પૂરી તાકાતથી સામના કરીશું, એમ એલવું અને વર્તવું તે આવેલી આઝાદીના ગર્ભમાં રહેલી સામાજિક ઉત્ક્રાન્તિની કસુવાવડ નોતરવા બરાબર છે. '
તત્ત્વચર્ચા ' વિભાગમાં ચાર લેખે છે, તેમાં મહત્ત્વાકાંક્ષા નામના લેખમાં તેનું તાત્ત્વિક અને વ્યાવહારિક સ્વરૂપ ચર્ચાયું છે. જ્યાં લગી આધ્યા
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org