________________
ઉચ્ચ શિક્ષણની બેધભાષાઃ એક પ્રશ્નોત્તરી
[૯૭૯ જ સમર્થ પુસ્તક હશે ત્યારે તે સહજ રીતે પસંદગી પામશે, છતાં બીજ પ્રાતીય ભાષાઓમાં અને અંગ્રેજી પુસ્તકોની ભલામણ અધ્યાપક ર્યા વિના રહેવાના જ નહિ અને ખરા વિદ્યાર્થીઓ તે વાંચવાના પણ.
૫. પ્રાદેશિક ભાષા ને જાણનાર અધ્યાપકે અને વિદ્યાર્થીઓ પણ હિંદી તો શીખ્યા જ હશે, કેમ કે તેનું સ્થાન અનિવાર્ય છે. એટલે જ્યાં તેઓ જશે ત્યાં હિંદી મારફત શીખવશે કે શીખશે. તેમ છતાં જે પ્રાદેશિક બોધભાષા આગંતુક વિદ્યાર્થીને તદ્દન અજાણ હશે તે ભાષા તે વિદ્યાથી ત્યાં જઈ શીખી લે એ જ ચાલું શિરસ્ત છે. આજે પણ અંગ્રેજી જાણનાર ફ્રાંસ, જર્મની કે રશિયા જાય છે તે તે શું કરે છે? વળી ગુજરાતી કે મરાઠીભાષી બંગાળી દ્વારા
અપાતું શિક્ષણ લેવા જાય ત્યારે કલકત્તા અને શાન્તિનિકેતનમાં શું કરે છે ? વિદેશના વિદ્યાર્થીઓ અહીં આવે છે તો પણ જરૂર હોય ત્યાં એ જ ક્રમ સ્વીકારે છે.
૬. સ્વભાષા સાથે હિંદી ભાષા માધ્યમિક શાળામાંથી ઠેઠ સુધી અનિવાય રહેવાની. પછી સરકારી નોકરીઓમાં મુશ્કેલી શી રીતે આવે એ સમજાતું જ નથી. આટલાં વર્ષો હિંદી શીખ્યો હોય તે સામાન્ય બુદ્ધિનો માણસ પણ સરકારી કામકાજ પૂરતી હિંદીની તાલીમ પામે છે, કેમ કે હિંદી કોઈ બીજા ખંડની અગર સ્વભાષાથી સાવ વેગળી ભાષા છે જ નહિ. વિડી ભાષાઓ બોલનાર પણ હિંદી સરલતાથી શીખી લે છે અને જ્યારે તે અભ્યાસકાળમાં અનિવાર્ય શિખાઈ હોય ત્યારે તે તેને માટે પણ તે તદન વ્યવહારક્ષમ બની જાય છે.
૭. ભાષાની એકતા એ વ્યવહારની એકતા અને સરળતાનું સાધન છે. દેશની એકતા એ જુદી વસ્તુ છે. તે તો દેશ પ્રત્યેની જવાબદારી અને કર્તવ્યનિષ્ઠાથી જ સાધી શકાય. પણ ધારે કે ભાષા જ દેશની એકતાનું ખાસ સાધન છે એમ માનીએ, તે પણ રાષ્ટ્રીય ભાષા લેખે પ્રથમથી ઠેઠ સુધી હિંદી ભાષા છે જ અને સરકારી વહીવટમાં તે રહેવાની. એટલાથી એકતા સધાશે જ. જે એમ માનીએ કે બધભાષા લેખે બીજી ભાષાઓ ચાલે તેટલા પૂરતી એકતા ખંડિત થાય તે તો એમ માનવું રહ્યું કે બેધભાષા ન રાખવા છતાં આખા દેશની જનતામાં સાચી એકતા માટે પ્રાન્તીય ભાષાઓને લેપ જ કરે પડે; નહિ તે જેટલે અંશે પ્રાન્તીય ભાષાઓ જીવતી હશે તેટલે અંશે દેશની એકતા ખંડિત થવાની. મારી દષ્ટિએ દેશની એકતાના પ્રશ્નને બોધભાષા સાથે સંડોવો એ ભ્રમજાળ છે.
–સંસ્કૃતિ, એપ્રિલ ૧૯૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org