________________
૨૯૪]
દર્શન અને ચિંતન સનું પહેલું પગથિયું. અધ્યાપક તે ખરેખર વ્યાકરણમૂર્તિ તેમ જ સંસ્કૃત ભાષાના ક્ષેત્રમાં વિશ્રત. પરંતુ મારી મુશ્કેલી જુદી હતી. એક તો યોગ્ય રીતે, મને અનુકૂળ આવે તેવી રીતે અને તેટલે વખત વાંચી સંભળાવે કે? બીજું, શીખવા ધારેલ ગ્રંથ તે વખતે છપાયેલ નહિ, માત્ર હસ્તલિખિત હતો. ત્રીજું એ કે એ શબ્દાનુશાસન કદ અને વિસ્તારમાં બહુ મેટું, તેમ જ તેના અંગે પણ ઘણાં. અને ચોથું એ કે પાઠશાળામાં એ બૃહદવ્યાકરણ શીખનાર કોઈ પણ સાથી ન હતો. આ મુશ્કેલીઓ આજે લાગે છે તેવી તે વખતે હળવી ન હતી. પણ દેવને સંકેત કેઈઅકળ જ હોય. છે! ત્યાં તે વખતે વિદ્યમાન એવા બે-ચાર સાધુઓએ મને એટલે બધે ઉત્સાહ આપે અને મારી ત્યાર સુધીની વિદ્યા–ભૂમિકા તેમ જ જિજ્ઞાસા જોઈ તેમણે તે માટે મને એટલે બધે યંગ્ય માન્યો કે છેવટે મારી મૂંઝવણ હળવી થતી ગઈ. અત્યારના વિજયેન્દ્રસુરિ અને તે વખતના મુનિ ઇન્દ્રવિજયજીએ એ લિખિત પિથી વાંચી સંભળાવવાનું માથે લીધું. અધ્યાપક તે અસાધારણ હતા જ. આમ ગાડું આગળ ચાલ્યું. અધ્યયન અને પરિશીલન
હું જે કાંઈ શીખતે તે બધું મેઢે યાદ જ કરતે. શીખવાને અને મોઢે યાદ કરવાનો સમય બહુ પરિમિત એટલે બચત બધે જ સમય શીખેલ ભાગને પુનઃ પુનઃ વિચાર કરવામાં જતો. જો કે શક્તિ, જિજ્ઞાસા અને મૃતિને અનુસરીને, હું તે વખતે બહુ ત્વરાથી પ્રગતિ કરી શકત, પણ પ્રમા-- ણની દૃષ્ટિએ તેટલી પ્રગતિ ન થતી, છતાં અર્થવિચાર અને મનનના લાભ એ ખોટ કાંઈક અંશે પૂરી પાડી એમ મને લાગે છે. પાઠશાળામાં બીજા અધ્યાપક હતા. જે તૈયાયિક તેમ જ દાર્શનિક હતા. સંસ્કૃત ભાષામાં બેલવાને અભ્યાસ અને કાંઈક વધારે સમજણ જોઈ તેઓ મારા પ્રત્યે મમતા સેવતા થયા અને આગ્રહ કર્યો કે તમે તો ન્યાય શીખો. હું પણ એ ભણી વ. આ રીતે વ્યાકરણના અધ્યયન સાથે જ ન્યાય-વૈશેષિક દર્શનનું અધ્યયન ચાલ્યું. ન્યાય શીખતી વખતે ઘણીવાર મનમાં અસ્પષ્ટ એમ થઈ આવતું કે જાણે આ વસ્તુ શીખેલી ન હોય અને એમાં સમજણ જેટલે જ રસ પણ પડત. દેશમાં એટલે કે કાઠિયાવાડમાં હતો ત્યારે જે સંસ્તિ પુસ્તકમાં એગ લાધે તે અર્થ સમજ્યા વિના પણ કંઠસ્થ કરતાં ન ચૂકતો. તેથી દેશમાં જ કાલિદાસકૃત “રઘુવંશ' કાવ્યના નવ સર્ગો, નવેક દિવસ પૂરતું કેઈનું પુસ્તક મળવાથી, શબ્દમાત્ર કંઠસ્થ કરેલા. પેલા દાર્શનિક અધ્યાપક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org