________________
૨૯૮]
દર્શન અને ચિંતન રેજ પાંચેક માઈલ ચાલવાનું તે રહે જ અને જે બે વાર જવાનું ગોઠવાય તે સાત-આઠ માઈલ પણ થાય. બેથી ચાર આનામાં જવરઅવર થઈ શકે એવા સસ્તા ભાડાના યુગમાં એ વખતે અમારા માટે એ ખરચ પિવાય તેમ હતો જ નહિ. અવરજવરમાં વખત પુષ્કળ વીતે, પણ સાથે પૂરી કસરત થાય. ધરે ભણવા જવામાં બીજી પણ એક મુશ્કેલી અને તે વધારે દુઃખદ. ઘણીવાર કડકડતી ટાઢમાં, ગ્રીષ્મના ખરા બપોરે અને વરસતે વરસાદે ચાલીને ઘરે ગયા પછી પણ જ્યારે અધ્યાપક કાંઈક બહાના નીચે પૂરે વખત ન આપે અથવા “આજે પાઠ નહિ ચાલે” એમ કહે ત્યારે ચાલવાનું દુઃખ જેટલું ન સાલે તેટલું અભ્યાસ પડ્યાનું સાલતું. સારનાથ શહેરથી પાંચેક માઈલ દૂર. કોલેરા અને પ્લેગને એ જમાનામાં મોટે ભાગે ફાગણથી ત્રણ મહિના ત્યાં રહેવા જઈએ. ટ્રેનની ટિકિટના માત્ર બબ્બે પૈસા બચાવવા ત્યાંથી ઘણીવાર બને મિત્ર પગે ચાલી ખરે બપોરે પંડિતને ત્યાં પહોંચીએ અને તે ઠરાવ પ્રમાણે પગાર તે લે જ, પણ વખત આપતી વખતે ઠરાવ ભૂલી જાય અને કોઈકવાર તે રજા જ પાડે. અધ્યાપકે અનેક બદલ્યા પણ કઈ સાથે અપ્રીતિ સેવ્યાનું યાદ નથી.
થોડા અનુભવ પછી વિચાર આવ્યું કે આપણે કઈ વૃદ્ધ અને વિદ્વાનને શિરછત્ર તરીકે શેધીએ ને અવારનવાર તેની સલાહ લઈએ તે સારું સભાગે ભાવનગર કોલેજના નિવૃત્ત અધ્યાપક કે પ્રિન્સિપાલ શ્રી જીનવાલા અમને મળી ગયા. તે પારસી એટલે સહજ વિદી, થિયોસક્રિસ્ટ એટલે ઉદારચિત્ત. અઠવાડિયે, બે અઠવાડિયે તેમને બંગલે જવું અને તેમની રમૂજ ભાણી આવવી, તેમ જ કાંઈ કહે તો શ્રદ્ધાથી સ્વીકારવું એ એક નવો લહાવો સાંપડ્યો. તેમણે અને તે જમાનામાં ચાલતા આર્ય સમાજ અને કદર સનાતનીઓના સાંપ્રદાયિક ગરમાગરમ શાસ્ત્રાર્થોના દંગલે અમને કેટલુંક શીખવાનું પૂરું પાડ્યું. એ ઊછળતી જુવાની અને અધ્યયનની ખુમારીએ શિયાળામાં ગંગાકિનારાની સખત ટાઢ અને ગરમીમાં પથ્થરના ઘાટને અસહ્ય તાપ તેમ જ વરસાદનાં ઊભરાતાં પૂર એ બધું સહ્ય બનાવ્યું.
જુદા રહી કાશીમાં જ અધ્યયન કરવાનાં એ છ વર્ષોમાં સાંખ્યયોગ, ન્યાય-વૈશેષિક, પૂર્વ-ઉત્તર મીમાંસા, કાવ્ય અને અલંકાર, પ્રાકૃત વ્યાકરણ અને પ્રાકૃતસાહિત્ય જેવા ખાસખાસ વિષયનું રસપૂર્વક એકાગ્રતાથી અધ્યયન થવા પામ્યું અને સાથે સાથે સનાતન, આર્યસમાજ, ક્રિશ્ચિયન, થિયોસેફિ જેવી પરંપરાઓની વ્યાવહારિક બાજુ જાણવાની પણ થોડીક તક મળી..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org