________________
મારું. વિદ્યાધ્યયન
[૩૦૧ ફરી મૌખિક લેવાઈ વેનિસ પોતે પણ પ્રશ્ન કરતા. પંડિત તો હતા જ. એમાં મળેલી વિશિષ્ટ સફળતાથી પરીક્ષા આપવાની લાલચ વધી. આગળની આચાર્ય પરીક્ષા એ છેવટની. તેનાં વર્ષો છે, પણ તૈયારી છતાં એક સાથે ન બેસવાના નિયમથી એ ક્રમે ક્રમે આપવાની હતી. બધા વિના બધા જ ગ્રંથની સહજ તૈયારી હોવાથી અધ્યયન તે અન્ય પ્રકારનું ચાલતું ને પરીક્ષાને ટાણે પરીક્ષા આપી દેવાતી. ઘણું કરી ત્રીજે વર્ષે મેં પરીક્ષક પંડિતમાં સમતુલા ન જોઈ. તે વખતે વેનિસ ન હતા અને જે અંગ્રેજ પ્રિન્સિપાલ હતા તે એવા સંસ્કૃતજ્ઞ નહિ. મેં પરીક્ષાના કમરામાં બેઠાં જ નિશ્ચય કરી લીધો કે ફરી આ કમરામાં પરીક્ષા આપવા ન આવવું. પાછા ફરતાં એના ઉંબરામાં કરેલ સંકલ્પ ઠેઠ લગી કાયમ રહ્યો, પણ ત્યાર બાદ પચીસેક વર્ષે પ્રિન્સિપાલ ઓ. ગોપીનાથ કવિરાજ અને રજિસ્ટ્રાર ડો. મંગલદેવ શાસ્ત્રીને પત્ર આવવાથી ફરી એ જ કમરામાં જનદર્શનને અભ્યાસ ક્રમ તૈયાર કરવા અર્થે જવાનું બન્યું. આ પણ વિદ્યાધ્યયનની એક વિચિત્ર લીલા જ કહેવાય! અન્યના સહૃદય વેગનું ફળ
વિદ્યાધ્યયનની વાત કરવી હોય ત્યારે વિદ્યાદાતા અધ્યાપકેને ભૂલી ન શકાય. અધ્યયનમાં જેને પૂરે સાથ હોય એવા વાચકને વીસરી જ કેમ શકાય? જે વિદ્યાર્થી-મિઠારા વિદ્યાધ્યયન વિકસ્યું હોય તે પણ અવિસ્મરણીય જ ગણાય અને મારા જેવા પરતંત્રને ડગલે ને પગલે આર્થિક રીતે. પરિચર્યાથી અને બીજી અનેકવિધ સગવડથી ઉત્તેજન આપનાર ભાઈ–બહેનો વર્ગ પણ એ વિદ્યાધ્યયનનું એક મુખ્ય અંગ જ છે. પણ અંતઃકરણથી ઈચ્છવા છતાં પ્રસ્તુત લેખની મર્યાદામાં એ બધાને નામમાત્ર નિર્દેશ પણ શક્ય નથી, તે એ બધાને સામાન્ય પરિચય અત્રે આપી જ કેમ શકાય ? તેમ છતાં મારે નિખાલસપણે અને કૃતજ્ઞબુદ્ધિથી કહેવું જોઈએ કે મારી વિદ્યોપાસના એ ખરી રીતે એ બધાના સહૃદય સહયોગનું જ ફળ છે.
પ્રથમ કરેલ સંકલ્પ પ્રમાણે મેં જાતે જ અભ્યાસનું ઊંડાણ માપવા. એક કસોટી અજમાવી, જેથી અધ્યયન ચાલે છે તેમ ચાલું રાખવું કે નહિ તેની કાંઈક ખબર પડે. કસોટી એટલી જ કે ઉત્તમ અને વિશેષ કઠણ ગણાતા બે–એક ગ્રંથને વાંચી જોઈ લેવું કે તે આપમેળે બરાબર સમજાય છે કે નહિ ? બે ગ્રંથ પૈકી એક હિત સુપ્રસિદ્ધ શ્રીહર્ષ કવિને વેદાન્ત વિષયક નવા નવા વાવ અને બીજો હતે ન્યાયદર્શનમાં મૂર્ધન્ય મનાતો ઉદયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org