________________
મારું ‘વિઘાધ્યયન
[૨૯૫ પાસે એ કંઠસ્થ કાવ્યનું આર્થિક અધ્યયન પણ શરૂ કર્યું. આમ વ્યાકરણ, ન્યાય અને કાવ્ય એ ત્રણેય ઓછાવત્તા પ્રમાણમાં સાથે ચાલ્યાં; જે કે મુખ્ય તે વ્યાકરણ જ હતું. ત્રણ વર્ષની લાંબી અને કઠોર તપસ્યા પછી એ વ્યાકરણ, એનાં બધાં જ અંગે, જેવાં કે લિંગાનુશાસન, ધાતુપાઠ, ઉણાદિ, ઝિયારત્નસમુચ્ચય, ન્યાયમંજૂષા અને ન્યાસ આદિ, સાથે પૂરું થયું સાથે જ જિજ્ઞાસાએ વહેણ બદલ્યું.
પ્રથમથી જ સંકલ્પ હતો કે કાશીમાં જઈને શીખવું હોય તે જૈનેતર શાસ્ત્રો જ શીખવાં જોઈએ. તે વખતે મારી સમજણમાં જૈનેતર એટલે વૈદિક દર્શને એટલું જ હતું. બૌદ્ધ, જરથુસ, ક્રિશ્ચિયન, ઈલામ આદિ પરંપરાઓની કશી કલ્પના જ ન હતી. અધ્યાપકે પોતપોતાના વિષયમાં પારગામી અને અસાધારણ, પણ તેમનું વિચાર-વાચન વર્તુળ પિતાની માનીતી વિદ્યા કે પરંપરા બહાર જરાય નહિ અને પાઠશાળાનું વાતાવરણ પણ સાંપ્રદાયિક જ એટલે સર્વશાખાસ્પર્શ અધ્યયનને લગતી પ્રેરણું પામવાની તક નહિવત હતી. છતાં જૈન પાઠશાળાના લગભગ ૩-૪ વર્ષ જેટલા નિવાસ દરમિયાન વ્યાકરણ, કાવ્ય, અલંકાર, ન્યાયવૈશેષિક દર્શન આદિનું પરિશીલન ઠીક ઠીક થવા પામ્યું અને આગળ નવી વિદ્યાશાખાઓ ખેડવાની તેમ જ ખેડેલ શાખાઓમાં ઊંડે ઊતરવાની ભૂમિકા તે રચાઈ જ. અહીં એ સૂચવી દેવું જોઈએ કે આ શરૂઆતનાં વર્ષોમાં મળેલ અને ત્યારબાદ આગળ મળેલ અનેક અધ્યાપકોની વિશેષતા એવી હતી કે જે ખાસ જાણવા જેવી અને તેમના પ્રત્યે માન ઉપજાવે તેવી છે. પણ એ વિશેષતાનો સ્પષ્ટ ખ્યાલ આ ટૂંકા લેખમાં આપવો શક્ય નથી. એ બાબત તે એમનાં રેખાચિત્રોની એક જુદી લેખમાળા જ માગી લે છે.
૩-૪ વર્ષ પછી પાઠશાળા બહાર રહેવાનું બન્યું. ત્યારે મિત્ર અને સાથી તરીકે વ્રજલાલ નામના એક બ્રાહ્મણ વિદ્યાર્થી હતા, જે આગળ જતાં પંડિત વ્રજલાલ તરીકે જનપરંપરામાં જાણીતા થયા અને જેમણે મુંબઈ મહાવીર જૈન વિદ્યાલયમાં ઘણું વર્ષો લગી ધાર્મિક શિક્ષણ આપેલું. અમે બન્ને મિત્રોએ અધ્યયનના કેટલાક વિષયે વહેંચી લીધા અને કેટલાક સાથે મળી શીખવા એમ નક્કી કર્યું. જે જે વિષયે વહેઓ તે માત્ર અધ્યાપક પાસે જઈ શીખવાની દૃષ્ટિએ. તેઓ અમુક અધ્યાપક પાસે એક વિષય શીખી આવે તે હું બીજા અધ્યાપક પાસે બીજો વિષય શીખું. પણ છેવટે તે બન્ને ઘેર બેસી પરસ્પર આપલે કરી લઈએ. તેમ છતાં અમુક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org