________________
મારું વિદ્યાધ્યયન
[૨૯૩ મંદ હતી એમ પણ ન હતું, પરંતુ જે કાંઈ શીખતે અને જેની જેની પાસે શીખતે તે બાબત તેમની તેમની પાસે એકદેશીય ફિરકાની દષ્ટિ ઉપરાંત વ્યાપક દૃષ્ટિવાળું કેઈ ધોરણ જ ન હતું. આ વસ્તુ જૂની ઘરેડના બધા જ ફિરકાઓમાં ઓછેવત્તે અંશે છે જ; એટલે વધારેની આશા રાખું તે અસ્થાને હતું. ઊલટું એમ કહી શકાય કે, તે વખતે મારે માટે આ બધું આશીર્વાદરૂપ નીવડયું. કાશીમાં વિદ્યાભ્યાસ
સંસ્કૃત ભાષા શીખવા માટે કાશી જ એક પ્રધાન કેન્દ્ર છે અને કાશીના પંડિતો એટલે સંસ્કૃતના ખાં એવી એવી વાતો જે તે પાસેથી સાંભમળતો. કાશી જઈ અધ્યયન કરું તે કેવું સારું એ મનોરથ પણ થયા કરતો. પરંતુ આવી પરાધીન દશામાં અને તે પણ હજારથી વધારે માઈલ દૂર કેવી રીતે, કેની પાસે અને કેની મદદને ભરોસે જવું એ પ્રશ્ન મનમાં આવતે કે પેલે મનોરથ શમી જ. મનની વાત મનમાં રહેતી અને ક્યારેક પેલા બે મિત્રો સમક્ષ પ્રગટ પણ થતી. અચાનક જાણવા પામ્યો કે કાશીમાં જૈન પાઠશાળા સ્થપાવાની છે. તે સ્થપાઈ પણ તેના સ્થાપક હતા શાસ્ત્રવિશારદ વિધર્મસૂરિ. એમના દીર્ધદષ્ટિવાળા સાહસે કાશીમાં જૈન પરંપરા માટે તદ્દન નવું જ પ્રકરણ શરૂ કર્યું હતું. કુટુંબ અને વડીલોથી તદન ખાનગી પત્રવ્યવહારને પરિણામે જ્યારે વિજયધર્મસૂરીશ્વરે મને કાશી આવવા લખ્યું ત્યારે મને ખરેખર આ ભૂતલ ઉપર સ્વર્ગ ઊતરતું દેખાયું. છેવટે હું કાશી પહોંચે. અહીંથી જ મારા જીવનમાં પણ એક નવું જ પર્વ શરૂ થયું. વિ. સં. ૧૯૬૦ (ઈ. સ. ૧૯૦૪)નો ગ્રીષ્મકાળ હતો અને કાશીનાં ધગધગતાં મકાનમાં પ્રવેશ કર્યો, અધ્યયન શરૂ થયું.
શું ભણવું ? કેની પાસે ભણવું? કઈ રીતે ભણવું? વગેરે કાંઈ પણ વિચાર્યું જ ન હતું. વિચાર્યું હતું તે એટલું જ કે સંસ્કૃત ભાષા પૂર્ણપણે શીખવી. કાશીમાં પાણિનિનું વ્યાકરણ ભણવાની જ પ્રતિષ્ઠા. ત્યાં એની સામગ્રી જેવી તેવી નહિ. મારે કાને એ જ મહાવ્યાકરણનું નામ પડેલું. પરંતુ તરતમાં જ શરૂ થયેલ જૈન પાઠશાળામાં રંગ બીજે હતા. ત્યાં મને માલુમ પડ્યું અને કહેવામાં આવ્યું કે ગુજરાતના પાણિનિ જેવા હેમચંદ્ર રચેલું મહવ્યાકરણ સિદ્ધહેમ–શબ્દાનુશાસન છે, તે શીખવા જેવું છે. જો કે આ
વ્યાકરણનું નામ મારે કાને પ્રથમ જ પડેલું, છતાં પાઠશાળામાં એનું જ -વાતાવરણ જોઈ મેં એનું અધ્યયન શરૂ કર્યું. આ મારા કાશીના વિદ્યાભા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org