________________
૭૪ ]
દર્શન અને ચિંતન
ભગવાનદાસ. ડૉ. સાહેબ એમને એમની વિદ્વત્તા, વિચારસમૃદ્ધિ અને ત્યાગવૃત્તિને કારણે ગાંધીજીની પેઠે જ માનતા. આચાય નરેન્દ્રદેવજી વગેરે બધા જ વિદ્યાપીઠના કાર્યો કર્યો તેમને મેળવવામાં ગૌરવ લેખતા.
'
કૌશાંખીજી પુરાતત્ત્વમંદિરમાં હતા ત્યારે જ તેમની સામે જૈન પર્ પરાના પુણ્યપ્રકાપ પ્રગટેલા. પ્રાચીનકાળમાં જૈન ભિક્ષુઓ પણ બૌદ્ધભિક્ષુઓની પેઠે પ્રસંગે માંસાદિ લેતા એવું તેમણે યુદ્ધ વિષેની લેખમાળામાં લખેલું. આ વિધાનને લીધે માત્ર કૌશાંબીછ જ નહિ પણ તેમને આશ્રય આપનાર ગુજરાત વિદ્યાપીઠ અને તેમના સહવાસમાં રહેનાર કે આવનાર બધા જ જૈન મિત્રો કે પડિતા પણ જૈન પરંપરાના પુણ્યપ્રકાપના પાત્ર બન્યા હતા.. આ વસ્તુ સંપૂર્ણ પણે ભુલાઈ ન હતી ત્યાં ફ્રી નવા ધડાકા થયા. કૌશાંખીએ મરાઠીમાં ખુચરિત ’ લખ્યું તેમાં પણ એ વિધાન તેમણે કર્યું. પહેલાં તેમના લેખા ગુજરાતીમાં પ્રસિધ્ધ થયેલા અને ગુજરાતમાં તે મુખ્યપણે શ્વેતામ્બર જૈને જ એટલે તેમના પુણ્યપ્રકાપે બહુ ઊંડાં મૂળ ધાલ્યાં ન હતાં; પણ મરાઠી મુધ્ધચરિત પ્રસિદ્ધ થયા પછી તે જુદી જ સ્થિતિ આવી. મહારાષ્ટ્ર અને સી. પી.-બિરારમાં મરાઠીનેા પ્રચાર વિશેષ; ત્યાં દિગમ્બર જૈનાની પ્રધાનતા અને તેમાંય વિશેષ કટ્ટરપણું; એટલે દિગમ્બર સમાજે કૌશાંખીજી વિરુદ્ધ હિટલરી આંદોલન શરૂ કર્યું. એ આંલનમાં ગુજરાત પણ જોડાયું. યુ. પી. અને બંગાળમાં પણ એના પડધા પડ્યા. એક રીતે ભારતવ્યાપી આખા જૈનસમાજ કૌશાંબીજી સામે ઊકળી ઊઠયો. કૌશાંબીજીના પ્રતિવાદ કરવા અનેક સ્થળે મડળા અને પરિષદો સ્થપાયાં. તેમને ક ઘસડવાની ધમકી પણ આપવામાં આવી. તેએ પોતાનુ વિધાન પાછું ખેંચી લે તે માટે તેમને લાલચે પણ આપવામાં આવી. અનેક પરિચિત મિત્રો તેમને અંગત રીતે મળ્યા, પણ કૌશાંબીજી એટલું જ કહેતા કે આમ તમારે ઉકળી જવાની જરૂર નથી. હું કૉર્ટે સુખેથી આવીશ અને મારા કથનને ખુલાસે કરીશ. જ્યારે એમણે કટ્ટર દિગમ્બર પડિતાને એમ લખી આપ્યું કે જે કાંઈ મેં લખ્યું છે તે તે પ્રાચીન આગમાને આધારે લખ્યું છે, દિગમ્બર પ્રથાને આધારે નહિ, ત્યારે દિગમ્બર સમાજના રાષ તે એક રીતે શમ્યા. એણે વિચારી લીધું કે નથી કૌશાંબીજી ધમકીથી ડરવાના કે નથી લાલચમાં આવવાના કે નથી પૈસાદારાની શેહમાં આવવાના અને તેઓ દિગમ્બર પ્રથાને તેા પોતાના આધારમાંથી ખાતલ રાખે છે તો એમની સાથે ખાખડવું નકામું છે. એટલે દિગમ્બર સમાજનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org