________________
અભ્યાસદશાનાં કેટલાંક સ્મરણ
| [૧] ઉમર ૧૬ વર્ષની હતી ત્યારે ચોમેર જ નહિ પણ દશે દિશામાં અંધારું ફેલાયું. શારીરિક બધી સ્વતંત્રતાઓ લગભગ બંધ પડી. ઉંમરોગ્ય અને સહજ ચપળતાઓ માર્ગ વિના રૂંધાવા લાગી. જેમ બધાને હોય છે તેમ મને પણ મટી ખામી એ જ હતી કે કોઈ યોગ્ય માર્ગદર્શક ન મળે. આજે મિત્રો જે અર્થ સમજું છું તે જોતાં તો એમ લાગે છે કે જીવનમાં બીજું કશું જ ન હોય અને એક તેવો મિત્ર હોય તે બસ છે. મૃત્યુલેકનું સ્વર્ગ મિત્રમાં છે એની પ્રતીતિ આંખો ગયા પછીના જીવનમાં આવી પડેલી મુશ્કેલી અને સલાહકારકના અભાવના સ્મરણથી બરાબર થાય છે. એક બાજુ જ્ઞાનનું મુખ્ય દ્વાર બંધ પડયું. જે દ્વારે ઉધાડાં હતાં અથવા ઊઘડી શકે તેવાં હતાં તેની કુંચી પાસે છતાં બતાવનાર કોઈ ન હતું. અને બીજી બાજુ જીવન કઈક નવો માર્ગ શોધી રહ્યું હતું. નવા માર્ગની ખાસ કરી જ્ઞાન મેળવવાના માર્ગની—ઊંડી તાલાવેલી દર ક્ષણે અકલાવી મૂકતી.
સંવત ૧૯૫૩ના ચોમાસામાં એ અમૂંઝણના દિવસે જતા. સદ્દભાગ્યે એ નાનકડા ગામડામાં પણ જૈન ધર્મસ્થાન તે જ વખતે નવું થયું હતું. ત્યાં જવું અને સાંપ્રદાયિક ક્રિયાકાંડમાં પડવું એ પ્રાથમિક પ્રવૃતિ શરૂ થઈ. દેખતે હતું ત્યારે પણ જૈન સાધુઓ તરફ ભક્તિભાવ, તેઓની પાસે જવું, કાંઈક સાંભળવું અને તેઓ કહે તેમ જ આપે તેવા નિયમ લેવા. ખાસ કરી રાતે ખાવુંપીવું નહિ. જૈન સાધુદશામાં હોય છે તેવા નિયમોમાં સ્નાનને ત્યાગ વગેરે નિયમે લેવા એ ટેવ જ હતી. આ ટેવ આંખ ગયા પછી ઉપાશ્રયમાં હમેશાં રહેવા અને સતત ક્રિયાકાંડમાં પડવાથી વધારે પિલ્લાઈ પણ આ વ્રતનિયમો કરતાં અસંતોષ તે રહેતે જ મન કાંઈ બીજું જ માગી રહ્યું હતું. હું પોતે પણ સ્પષ્ટ નહોતે સમજતા અને બીજાઓ સમજે તેવા ભેટયા જ ન હતા. છતાં એ ઉપાશ્રયમાં જે કેટલાક ક્રિયાકાંડ કરવા ઘરડાબુદ્દા, જુવાનો અને છોકરાઓ આવતા તેમાંના ઘણાક ભજન–જેને જૈન ભાષામાં “સઝઝાય સ્તવન' કહે છે—ગાતા અને રાસે વાંચતા. એ તરફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org