________________
અભ્યાસદશાનાં કેટલાંક સ્મરણે
[૨૬૧
<
કે આ માણસ હજી ધણું આપી શકે તેવા છે. આને લીધે મારે ત્યાં પણ જુદાં જુદાં સ્થાનેા બદલવાં પડયાં. છેવટે એક પતિ મને એવા મળ્યા કે જેને હજી હું મારા સાચા વિદ્યાગુરુ તરીકે લેખું છું, અને તેમના ચરણમાં માથું નમાવું છું. ગયે વર્ષે જ્યારે હિંદુ યુનિવર્સિટીમાં કાશીમાં એમને મળ્યા ત્યારે તેમનું પહેલુ વાકય એ હતું કે કથા સતરહ વર્ષ તક વિદ્યા કા ભૂલ ગયે ?' એમનામાં વિદ્યા, ખાસ કરી દાર્શનિક વિદ્યા અપાર છે, અને પ્રેમ તથા સૌમ્યતા તેથી અપાર છે. એમણે કદી જ મારી પાસેથી લેવાની વૃત્તિ રાખી જ ન હતી. એમને હું જૈન હોવાના અને મને ભણાવવાને ભય જ નહાતા. એમના એ આકર્ષણે મને દરભંગા શહેરમાં ખેંચ્યા. ત્યાં ચારે આજી કુત્તા અને જીવજંતુથી ખદબદતા એક ભાંગેલા મકાનમાં કેટલાક દિવસ એ ગુરુને લીધે જ વિતાડ્યા. મિથિલામાં શાસ્ત્રીય શિક્ષણ પહેલાંથી ઘણું છે. પણ વ્યાવહારિક શિક્ષણ છે જ નહિ એમ કહીએ તો ચાલે. જે સિંહવાળા ગામમાં નદીકિનારે આંબાના વનમાં તૂટેલ મકાનમાં રહેલા ત્યાં જ નિશાળ હતી. પૂછતાં માસ્તરે કહ્યું, કે · મને ત્રણ રૂપિયા મળે છે. ’ તે જ મુખ્ય માસ્તર હતા. આ અશિક્ષણને લીધે પેાલીસ અને ખીજો નાકરિયાત વર્ગ લોકાને ખૂબ હેરાન કરે. પોસ્ટમેન મનીઓર્ડર આપે તે માલિકને પૂછ્યા વિના જ ચાર-આઠ આના કાપીને રૂપિયા આપે. મેં કહ્યું, હું તો પૈસા કાપી ન જ આપું. પોસ્ટમૅન મહારાજ નારાજ થયા. વળી હતા મુસલમાન એટલે પેસ્ટઑફિસે લેવા આવો એમ કહી ચાલતા થયા. જરાએ ખીધા વિના ખીજે દિવસે પાસ્ટમાસ્તર પાસે હું પહોંચ્યા અને એ પોસ્ટમૅને મૂકેલી બધી અડચણા વટાવી કાંઈ પણ આપ્યા સિવાય પૈસા લઈ આવ્યા. આ વાત જાણી મારા વિદ્યાગુરુએ કહ્યું : ' તુમ તો બડે બહાદૂર હા.' મને મારી એ બહાદૂરી અને ગુરુજીની આપેલી શાબાશી અને ઉપર ખૂબ જ વિચાર આવ્યા, અને "કેમે કરી હાસ્ય રોકી શકયો નહિ.
'
મિથિલાના ધુરંધર પડિતા હિંદુસ્તાનના જુદા જુદા ભાગમાં વિદ્યાગુરુ બનીને જાય છે, પણ એ દીપક જેવા છે એટલે તેમના ઘરમાં ઘેર અંધારુ હાય છે. છેલ્લાં વર્ષોમાં અંગ્રેજી શિક્ષણને પરિણામે નીકળેલ છાપાંઓ બાદ કરીએ તેા ત્યાં સાર્વજનિક હિલચાલ અને લોકશિક્ષણ જેવું કશું જ નથી એમ તે વખતે મને લાગેલું. લખેલા કાગળનાં અને ભાજપત્ર ઉપરનાં કીમતી પુસ્તકા હજીયે ત્યાં પલળી પલળી સડી જાય છે અને એને કેાઈ જેવું નથી. અંગાળ એ ન્યાયવિદ્યામાં મિથિલાના શિષ્ય છે. પણ મૈથિલા કહે છે કે હમણાં તો અગાળ જ ગુરુ છે. આ વાત નવદીપ, શાંતિપુર અને કલકત્તાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org