________________
મારા જીવનમાં પ્રકાશનું સ્થાન
[૨૬ હોય, છતાં એના વ્યાપક વિકાસને અત્યારે પણ પુષ્કળ અવકાશ છે, એ બાબત તે દીવા જેવી છે. જે એમાં શુષ્ક ક્રિયાકાંડે, વાતો અને એકતરફી ધર્મવિધાનની ચર્ચા આજે પણ અલ્પાંશે થતી હશે તે આ યુગમાં હવે એણે શ્રી જૈન ધર્મ પ્રકાશ એ નામ બદલી અન્ય જ સાર્થક નામ ધારણ કરવું એગ્ય છે એમ કાઈ પણ તટસ્થ વિચારક કહી શકશે. હવે એમાં કોઈ કઈ વિચારપ્રધાન અને ઉદાત્ત લેખની જે માળા વિષે મેં સાંભળ્યું છે તેને બદલે તે આખું પત્ર જ તથાવિધ થઈ જવાની આશા હું એવું છું. કારણ એ એના સંચાલકે અને સહાયકે પણ ન જાણે એવી રીતે મારા સંકુચિત જીવનમાં અને અંધકારમય ભાવનાઓમાં એક કીમતી કિરણ ફેંકી સાચે જ પ્રકાશક સિદ્ધ થયું છે. અને તેથી જેમ કોઈ પિતાના જુના સાથી વિષે ઉન્નત ભાવનાઓ સેવે તેમ હું એ પત્રના વિકાસ વિષે અને સાથે સાથે એ પત્રની પિષક તથા એ પત્રમાંથી જન્મતી બધી પ્રવૃત્તિઓ વિષે ઉન્નત. આશા એવું છું.
હું સમજું છું ત્યાં સુધી પ્રકાશ એ સભાનું મુખપત્ર છે. મૂળ, અનુવાદ અને સારાત્મક ઢગલાબંધ પુસ્તકો પ્રગટ કરી એ સભાએ સાહિત્ય પ્રચારમાં વિશિષ્ટ ફાળો આપે છે, છતાં હવે યુગ બદલાગે છે. એવી જાતના સાહિત્યપ્રચારની સાથે સાથે એણે ગંભીર, વિશાળ અને તદ્દન નિષ્પક્ષ એવું જેન. સાહિત્ય સંશોધનનું કામ પણ હાથ ધરવું જોઈએ. પૈસાની ગણતરી અને. બાહ્ય વૈભવના આકર્ષણથી મુક્ત રહી એણે શુદ્ધ સાહિત્યોપાસના શરૂ કરવી. જોઈએ. જે સભા એ પ્રવૃત્તિ સ્વીકારે તે એણે વિશિષ્ટ વિદ્વાનોનો યથાશક્તિ સંગ્રહ કરવો જ પડશે. એણે પુસ્તકાલયની વ્યાપકતા વધારવી પડશે. સામાન્ય વર્ગ ઉપરાંત વિશિષ્ટ વિદ્વાનોલાયક પ્રવૃત્તિ શરૂ થતાં એ એવું ધામ બનશે કે દેશ-પરદેશના વિશિષ્ટ વિદ્વાનો આવી રહેવા લલચાશે. ભાવનગર બીજી રીતે પણ બહુ અનુકૂળ સ્થાન છે. આ વિદ્યાવ્યાસંગમાંથી ઊંડાં ચિંતન અને સંધર્ષણ જન્મતાં આપોઆપ પ્રકાશની કાયા પલટાશે ને તે સાંપ્રદાયિક છતાં સર્વગ્રાહ્ય કે માન્ય થવાની દિશામાં પ્રસ્થાન કરશે.
શ્રી જૈનધર્મ પ્રકાશ : સુવર્ણ મહોત્સવ અંક [વર્ષ ૫૧ : અંક ૧ : ચૈત્ર, વિ. સં. ૧૯૯૧ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org