________________
૨૮૨]
દર્શન અને ચિંતન છે. એ વિશેષતા એટલે નાના કે મોટા ગમે તે મુદ્દા પરત્વે મતભેદ હોય ત્યાં બીજાનું ખંડન અને પિતાનું મંડન કરવાની શૈલી. આ શૈલી માત્ર વાદરૂપ ન રહેતાં વિવાદમાં પરિણામ પામી છે. એક તે જૈન સમાજ નાનો, તેમાં ત્યાગી કે પંડિતવર્ગ તેથીયે નાને, તેમાં અનેક ફિરકા અને ગચ્છભેદો વચ્ચે અરસપરસ નજીવા મતભેદમાંથી મોટી તકરાર અને વિવાદ ઊભા થાય એટલે એ પ્રસંગે શિક્ષણ વખતે વારસામાં મળેલ ખંડનમંડનની શૈલી ઉગ્ર વિવાદરૂપે અને ઘણીવાર મૂખની સૂચક ચરૂપે બહાર આવે છે. જૈન પંડિતો અને જૈન ત્યાગીઓને બહુધા અંદર અંદર જ વાદવિવાદમાં ઊતરવું પડે છે. બીજા બળવાન સમ્પ્રદાય કે દર્શનના વિદ્વાન સમક્ષ તેઓ ભલે ચૂપકીદી પકડે, છતાં ઘણીવાર તેઓ અંદર અંદર આખડે છે. એવે વખતે વારસામાં મળેલ અનેકાન્તને પ્રાણભૂત સમન્વય સિદ્ધાંત બાજુએ રહી જાય છે અને સામસામી છાવણીઓ રચાય છે. સ્થાનકવાસી અને મૂર્તિ પૂજક, દિગંબર અને શ્વેતાંબર, તેરાપંથી અને સ્થાનકવાસી એ જ પક્ષી અંદરોઅંદર આખડતા હોય તેય બહુ ન હતું, પણ હવે તે આ રોગ એટલે સુધી વધ્યો છે કે એક જ ફિરકાના અને એક જ ગચ્છના બે જુદા જુદા ગુરુ ધરાવનાર પક્ષો પણ તિથિભેદ જેવી નજીવી બાબતમાં મહાયુદ્ધના મરચા માંડે છે, અને સમાજમાં અલ્પાંશે જીવતું રહેલ સૌમનસ્ય અને ઐક્ય ધર્મરક્ષાને બહાને વેડફી નાખે છે. માત્ર પંડિત કે માત્ર સાધુઓ અંદરઅંદર લડી મરતા હોત તો બહુ કહેવાપણું પણ ન રહેત. અહીં બને પક્ષકારે શ્રાવકગણને પણ સંડોવે છે. શ્રાવકો પણ એટલા બધા શાણું અને ઉદાર છે કે પોતાનું સમગ્ર શાણપણ અને ઔદાર્ય હિટલર તેમ જ ટેલિનને ચરણે ધરી દે છે. અને તે એ જ નથી સમજાતું કે જેઓ મહાવ્રતી અને મહાશાસ્ત્રધાર કે મહાવતા હોય તેઓને તેમને અહિંસા અને સ્વાદુવાદ સિદ્ધાંત આવા વિષમ પ્રસંગે સૂઝતો કેમ નહિ હોય? અગર તેમને સહાયક થતે કેમ નહિ હોય? જે ભગવાનના અહિંસા અને અનેકાન્તના સિદ્ધાંતનું સામાજિક જીવનમાં આવું દેવાળું જ કાઢવાનું હોય તો આપણે બીજા સમક્ષ કયે મોઢે તેનું મહત્ત્વ બતાવી શકીશું! એ જરા વિચારે અને જે આપણે આ રીતે વૈમનસ્ય અને તકરારનું વિષપાન કરતા રહ્યા તેમ જ એવી તકરારના મોવડીઓને માન આપતા રહ્યા તે શું આપણે એવી આશા રાખી શકીએ કે ક્યારેક પણ જૈન સમાજના જુદા જુદા ફિરકાઓ સર્વમાન્ય સામાન્ય સિદ્ધાંત ઉપર ખરા દિલથી એક તખતા ઉપર એકત્ર થવાના? આજ લગી ગમે તેમ ચાલ્યું અને નળ્યું હોય, પણ હવે આ સ્થિતિ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org