________________
૨૦]
દર્શન અને ચિંતન ભાવમાં જેટલું ભણતરનો રસ અને ઉમંગ હતો તેટલે જ રમત-ગમત અને જાતમહેનતનો હતો. તલાવ ને કૂવામાં તરવું, ઘોડાઓ અને વાછડા દોડાવવા, તત્કાલીન ગામડાની બધી રમત રમવી અને વડીલેએ કે ગમે તેણે ચીંધેલું કામ જરાપણ આનાકાની વિના, મોઢું કટાણું કર્યા વિના તરત જ કરી આપવું એ સહજ હતું. એની અસર શરીરના બંધારણ ઉપર કાંઈક સારી થઈ અને મનના ઘડતરમાં પણ એણે કાંઈક સારે ફાળો આપ્યો એમ આગળ ઉપર વિચાર કરતાં મને જણાયું છે. જન સાધુઓ પાસે અધ્યયન
વિ. સં. ૧૯૫૩ (ઈ. સ. ૧૮૯૭)ના ઉનાળામાં માતાને લીધે ને ગયાં અને યુગ પલટાયો. જે જગત નેત્રને લીધે સ્વતંત્ર પ્રવૃત્તિનું ધામ હતું તે હવે પરતંત્ર પ્રવૃત્તિનું સ્થાન બન્યું. જે રૂપલેક દૂર છતાં સમીપ હતા તે હવે સમીપ છતાં દૂર બન્યો અને અરૂપલેક સમીપ આવ્યો. ફાવે તેમ વનવિહાર કરતો હાથી કે ઉદ્દન કરતું પંખી પાંજરામાં પુરાય અને જે અકળામણ અનુભવે તે આવી પડી. લગભગ બે-એક વર્ષના માનસિક ઉત્પાત પછી સમાધાનનું એક કાર અણધારી રીતે ઊપડ્યું. તે દ્વાર અરૂપલેકમાં વિચરવાનું-કાંઈક ને કાંઈક નવું શીખવાનું. અંગ્રેજી ભણવાની સહજ વૃત્તિ કેટલાક કારણસર સફળ થઈ ન હતી, ત્યારે નવી આવી પડેલ પરિસ્થિતિએ એ જિજ્ઞાસાવૃત્તિને ઉપસ્થિત સંજોગો પ્રમાણે બીજી દિશામાં વાળી. હજારથી પણ ઓછી વસ્તીવાળું ગામ, શિક્ષણનાં કોઈ સાધનો નહિ છતાં ખારા સમુદ્રમાં મીઠી વીરડીની જેમ પછાત ગામડામાં ય જૈન સાધુઓનું આવાગમન આશીર્વાદરૂપ નીવડ્યું. આગળ જતાં વિ. સં. ૧૯૬૦ના ઉનાળામાં કાશી જવાની જે તક સાંપડી તેની આ પૂર્વભૂમિકા લેખાય, તેથી તે વખતે ગામડામાં ઘરબેઠાં કોની કોની પાસે શું શું શીખ્યો અને તે કઈ કઈ રીતે એ જાણવું જરૂરી છે.
જન સાધુ–સાવી આવતાં પણ તે મુખ્યપણે સ્થાનકવાસી પરંપરાનાં. એમ તો એ સાત વર્ષમાં સેંકડો સાધુ અને સાધ્વીઓ આવ્યાં અને ગયાં. મેં તેમનો પરિચય પણ સાએ; પરંતુ મારા અધ્યયન સાથે જેમનો ખાસ સંબંધ છે તેમનાં નામ આ રહ્યાં: લીંબડી સંધાડાના પૂજ્ય લાધાજી સ્વામી, જે તે વખતે વૃદ્ધ અને અંધ હતા. તેમના સુવિદ્વાન શિષ્ય ઉત્તમચંદજી સ્વામી અને એકલવિહારી પૂ. દીપચંદજી સ્વામી. જે સાધ્વીઓને અધ્યયન અંગે પરિચય થયો તેમાંથી એક અતિવૃદ્ધ જડાવબાઈ અદ્યાપિ જીવિત છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org