________________
૨૮૪]
દર્શન અને ચિંતન હું છેવટે જેઓ જૈન સંસ્કૃતિ મંડળ વિષે અને તેની અત્યારલગીની પ્રવૃત્તિ વિષે ન જાણતા હોય તેમનું ધ્યાન એ તરફ ખેંચું છું અને માગી લઉં છું કે જેઓ જૈન સંસ્કૃતિના પુનઃ સંશોધનમાં થડે પણ રસ ધરાવતા હોય તેઓ એ મંડળના સભ્ય બને અને તેના સાહિત્યને વાંચે–વિચારે -તેમ જ તેનું ધોરણ સાચવી તેમાં પિતાને ફાળો આપે.
અહીં જે ભાઈ-બહેનો ઉપસ્થિત છે તેમને મારી એક વિનતિ છે, તે એ કે જેઓની શક્તિ અને રુચિ હોય તેઓ મારાં ગુજરાતી કે હિંદી લખાણ વાંચે. હું એ નથી ઈચ્છતો કે કોઈ તેને અંધ અનુગામી બનીને જ વાંચે. મારી આકાંક્ષા તે હમેશાં એ રહી છે કે વાંચનાર વાંચે તે સમાચક -દૃષ્ટિએ વાંચે. એવા વાચનમાંથી જ વાચક અને લેખકની ભૂમિકા ઉન્નત થાય છે અને સમાજનું ધોરણ પણ ઊંચું આવે છે. અલબત્ત, સમાચનામાં પણ વિવેક અને સમત્વની તે જરૂર હોય જ છે. છતાં સમાલોચનાને સુખ્ય સૂર સાંભળેલ—વાંચેલમાંથી અસંગત કે ખોટી વસ્તુઓને તારવી દૂર કરવા-કરાવવાનું હોય છે. મારાં લખાણનો માટે ભાગ જૈન પરંપરાને જ સ્પર્શ કરે છે, તેથી જેનો માટે એ જેટલે અંશે અનુકૂળ આવે તેટલે અંશે જેનેતને કદાચ અનુકૂળ ન આવે, અગર સમજવામાં સરળ ન પડે; છતાં હું પિતે એમ માનનારે છું કે જ્ઞાન અને વિચારની ભૂમિકામાં આ કે તે પંથને ચોકે ન જ રહેવો જોઈએ. જેને જે એમ માનીને વર્તે કે જેનેતર સાહિત્ય કે શાસ્ત્ર વાંચવા–ચિંતવવાથી શું ફાયદ, તે તેઓ પોતે પિતાની જેનપરંપરાને પણ કદી પૂરે ન્યાય આપી નહીં શકે. એ જ રીતે જૈનેતરે પણ પિતાની આસપાસની જૈન પરંપરા વિષે વાસ્તવિકપણે ન જાણે તે તેઓની જ્ઞાનસીમા પણ એકદેશીય અને બ્રાન્ત રહેવાની. વળી જેમ વ્યવ-હારના દરેક ક્ષેત્રમાં જૈન કે જૈનેતર એ ભેદ નથી ચાલતે તેમ તત્ત્વજ્ઞાન અને ધર્મના વિચાર-ક્ષેત્રમાં પણ એવો ભેદ અસ્થાને છે. મેં પિતે તે આખા અભ્યાસકાળ દરમ્યાન વૈદિક, જરથુસ્ત, ઈસ્લામ અને ખ્રિસ્તી આદિ પર પરાઓના અભ્યાસ પ્રત્યે એટલા જ હાર્દિક આદરથી ધ્યાન આપ્યું છે, જેટલા આદરથી જૈન પરંપરાના અભ્યાસ પ્રત્યે. પરિણામે મને બધામાં પરિભાષાભેદ અને બીજા એવા સ્થૂળભેદ સિવાય વાસ્તવિક જીવનસ્પશિ ભેદ -જેવું કાંઈ દેખાયું નથી. એથી તે અભ્યાસમાં રસ પિષિા છે ને જ્ઞાનની પિપાસા સતેજ બની છે. હું ધારું છું કે આ ન્યાય સૌને લાગુ પડી શકે છે. મેં માત્ર જૈન પરંપરાને લક્ષી લખ્યું છે તે તે એ દૃષ્ટિથી કે તેનું સાહિત્ય -અને તેની વિચારપ્રણાલિકા એકદેશીય મટી યુગાનુરૂપ વ્યાપક બને. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org