________________
સુવર્ણચન્દ્રક સમારંભ પ્રસંગે મુશ્કેલી ઉભી કરે છે. એ વખતે જીવન વધારેમાં વધારે ગૂંગળામણ અનુભવે છે. મૃત્યુને કિનારે લઈ જાય એવી જીવનમૂંગળામણ અને બળવતી જિજીવિષા એ બંને વચ્ચે અકથ્ય દ્વન્દ્ર ઊભું થાય છે. મારે માટે આ ધન્ડ એક કાળે મહા જલભ્રમરમાં સપડાયેલ પણ ક્ષેમપૂર્વક નીકળવા મથતી નૌકાના દ્વન્દ જેવું હતું. એમ લાગે છે કે, ગૂંગળામણના બળ કરતાં જિજીવિષાનું બળ વધારે હોવું જોઈએ, તેથી જ એણે પોતાની સિદ્ધિ અર્થે અનેકવિધ ફાંફાં ભારવાં શરૂ કર્યો. એમાંથી એને એક ત્રાણુ–માર્ગ લાગે, જે વસ્તુ સામાન્ય અને સહજ હતી તેમ જ જે ઘરઆંગણે હતી તે અત્યાર લગી નકામી ભાસતી, પણ હવે તે ઉપયેગી સિદ્ધ થઈ. આ વસ્તુ એટલે કુળપરંપરાગત ધર્મસંસ્થાનો આશ્રય. અત્યારે હું આવી ધર્મસંસ્થામાં સામાન્ય રીતે ત્રણ બાબતનો સમાવેશ કરું છું ગુસ્વર્ગ, શાસ્ત્રજ્ઞાન અને સાંપ્રદાયિક આચાર. કુળધર્મ સ્થાનકવાસી હોવાથી મને સહેજે આ ત્રણ બાબતો પ્રાપ્ત હતી. જિજીવિષાએ જિજ્ઞાસાને સતેજ કરી, અને તેણે સંકલ્પ તેમ જ પ્રયત્ન બળ અપ્યું. મારી જિજ્ઞાસા કુળધર્મનાં ઉપર સૂચવેલ ત્રણ અંગેની આસપાસ સંતોષાતી. એ ત્રણ અંગોનું વર્તલ જેટલું સાંકડું તેથી પણ વધુ સાંકડું મારી સમજણનું વર્તુલ; એટલે સ્વાભાવિક રીતે જ હું જે કઈ ગુરુને મળતો કે તેની પાસેથી જે કાંઈ શ્રવણ કરતો, અગર જે કાંઈ કુળાચાર આચરતો તે જ મારે માટે તે વખતે અંતિમ સત્ય હતું. અલબત્ત, ઉત્તરોત્તર આગળ વધવાની અને ઊંડા ઊતરવાની ઈચ્છા જાગ્રત રહેતી. પણ એને પૂર્ણપણે સંતોષવાનાં કેઈપણ સાધન સામે ન હોવાથી તેને વેગ મળતો નહીં. આને લીધે મારા મન ઉપર છાપ એક જ પડેલી કે ધર્મ સાચે હેય તે તે જૈન ધર્મ. મારી જૈન ધર્મની તે વખતની પરિભાષા ઉપર સૂચવેલ સ્થાનકવાસી પરમ્પરાનાં ત્રણ અંગમાં જ સીમિત હતી. આ બહારને બીજો કોઈ ધર્મ અગર જૈન ધર્મને બીજે કઈ ફાટે એ મારે મન મિથ્યાધર્મ જેવો હતો.
પણ આ સ્થિતિ કાયમ બને તે પહેલાં જિજ્ઞાસાએ પલટો ખાધે. જે કાંઈ સાધનહીન ગામડામાં સાધુસાધ્વીના મુખથી કે તેમના સંસર્ગથી શીખેલે તે સાવ અપૂર્ણ જણાવા લાગ્યું. અહીંથી પહેલી સીમા પૂરી થઈ અને નવી સીમા શરૂ થઈ. સંસ્કૃત જ્ઞાન વિના જૈન શાસ્ત્રનું જ્ઞાન સાવ અધૂરું અને પાંગળું જ હોઈ શકે એવી પ્રતીતિ થતાં સંસ્કૃત શીખવાની ઉત્કટ તમન્ના જાગી. જે બે-ચાર સચ્ચરિત્ર સ્થાનકવાસી સંસ્કૃતજ્ઞ સાધુઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org