________________
ર૭૬]
દર્શન અને ચિંતા મેઢે મુહપત્તિના બંધનની માન્યતા એ માત્ર એકાનિક અને હઠધર્મ છે. એ પણ દીવા જેવું ભાસ્યું કે જૈન શાસ્ત્ર માત્ર બત્રીશ આગમમાં જ સમાઈ જાય છે તે વસ્તુ તદ્દન અજ્ઞાન અને બ્રમનું પરિણામ છે.
એકવાર ક્યારેક મંદિરમાં નવપદની પૂજા ભણવાતી. શરૂઆતમાં તે હું પણ દેખાદેખીથી–ગતાનુગતિક્તાને અનુસરીને ત્યાં બેઠેલે, પણ એ ભણાવાતી પૂજનાં અર્થચિંતન અને તેમાં થયેલ ચિત્તનિમજનને પરિણામે મારા મન ઉપર એક નવો ચમકારે છે અને મારું કઠિન હૃદય પણ ભક્તિજન્ય અશ્રુપ્રવાહને ખાળી ન શક્યું. આ વખતે મને ઉપાસ્ય સ્થલ આલંબનની અમુક ભૂમિકામાં સાર્થકતા અનુભવસિદ્ધ થઈ ચેડાં ઘણાં શાસ્ત્રો તે સાંભળ્યાં અને વાંચ્યાં જ, પણ અચાનક બનેલી બીજી એક ઘટનાએ ઉપાધ્યાય યશવિજયજીના પ્રતિભાશતક નામના ગ્રંથને અવલેકવા મને પ્રેર્યો. એનાં શાસ્ત્રીય સચોટ પૂરાવાઓને બાજુએ મૂકે તેય તેમાંની એક પ્રબળ યુક્તિઓ મૂર્તિમાન્યતા વિરૂદ્ધના મારા જન્મસિદ્ધ પુષ્ટ સંસ્કારને ભાંગી મૂકે કરી નાખે, પણ મારી સંસ્કારપરિવર્તન પ્રક્રિયા હજી ચાલુ જ હતી.
એક ઘટના એવી બની કે મને દિગંબર સંસ્થા નજીક રહેવાને અવસર પ્રાપ્ત થયું. દિગંબર સંસ્થાના ત્યાગીવર્ગ પંડિતગણ અને વિશિષ્ઠ શાસ્ત્રરાશિનો સવિશેષ પરિચય સાધવાની એ તક મેં આદરપૂર્વક વધાવી લીધી. એને લીધે મારા અમુક સંસ્કારમાં કાંઈક પરિવર્તન થયું અને વિચારવા લેગ એક નવક્ષેત્ર પણ મળ્યું. ત્યારબાદ અનેક પ્રસંગે તેરાપંથ અને બીજા એવા જૈન ફાંટાઓ વિષે પણ વિચારવાનું પ્રાપ્ત થયું. છેવટે હમણાં હમણાં કાનજી મુનિના વલણ વિષે વિચારવાનો પ્રસંગ આવ્યું. જૈન પરંપરાના જૂના અને નવા વિવિધ નાના મોટા ફાંટાઓ વિષે પણ તાવિક દષ્ટિએ, ઐતિહાસિક દૃષ્ટિએ, સાહિત્ય કે શાસ્ત્રીય દષ્ટિએ મુક્ત મને નિબંધંપણે લગભગ ૫૦ વર્ષ જેટલો ભાગ આજ લગીમાં વીત્યા છે. દરમ્યાન બીજા અનેક દાર્શનિક પ્રવાહ અને ધર્મપથ વિષે પણ જાણવાનું પ્રાપ્ત થયું છે.
હું કાશીમાં તે મુખ્યપણે ન્યાય, વૈશેષિક, સાંખ્યોગ અને પૂર્વ ઉત્તરમીમાંસાનાં પ્રામાણિક અને પ્રાચીન શાસ્ત્રો જ ગુરુમુખથી પરંપરાગત રીતે શીખેલો. પણ એ અધ્યયન દરમ્યાન મારું જન્મપ્રાપ્ત અને જૈન સંસ્કાર ધરાવતું માનસ જૈન તત્વજ્ઞાન અને ધર્મ વિષે પણ કાંઈ ને કાંઈ જાણવા, વિશેષ ઊહાપોહ કરવા ચૂતું નહિ. પણ હજી લગી ભારતીય સંપ્રદાયમાંના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org