________________
ર૭૪ ]
દર્શન અને ચિંતન પરિચયમાં આવ્યા તેમની પરિચર્ચા અને સહાનુભૂતિથી હું સંસ્કૃત શીખવાના પથે તે પડ્યો પણ મને એ પંથ પૂરત ન લાગે. વધારે શુદ્ધ અને વધારે સમર્થ એવા સંસ્કૃત જ્ઞાનની ભૂખે મને વ્યાકુળ કરી મૂક્યો. એણે ઊંધ ઉડાડી, સ્વપ્ન સજાવ્યાં, સ્વપ્ન એવાં કે જાણે હું અવારનવાર આકાશમાં ઊડતે હૈઉં. મને એમ લાગેલું કે આકાશમાં ઊડવાનાં આ સ્વનો માત્ર માનસિક અસ્વસ્થતામાંથી પેદા થયેલ વાતવ્યાધિનું પરિણામ હોવાં જોઈએ. છેવટે મને સંસ્કૃતજ્ઞાન મેળવવાની સમર્થ ભૂમિકા મળી ગઈ
આવી સમર્થ ભૂમિકા પૂરી પાડનાર સ્વર્ગવાસી શાસ્ત્રવિશારદ વિજયધર્મસૂરીશ્વર. અહીં અત્યારે જે હાજર છે તે શ્રીયુત છોટાલાલભાઈ વકીલ તે વખતે કાશી યશોવિજય પાઠશાળાના બે પૈકી એક મંત્રી. બીજા મંત્રી તેમના જ શિક્ષક શ્રીયુત રચંદ માસ્તર હતા. શ્રીયુત છોટાલાલભાઈ તો તે વખતે હજી વકીલાતનો અભ્યાસ જ કરતા. તેમને પ્રમાણિકપણે એમ લાગેલું કે સુખલાલ કાશી જશે તો તેને વધારે મુશ્કેલી પડશે તેથી તે અને મંત્રીઓ શરૂઆતમાં મને કાશી એકલતાં ખંચકાયા. પણ જ્યારે વિજયધર્મ સૂરીશ્વરને તેમના ઉપર મને તત્કાળ રવાના કરવાને તાર આવ્યો ત્યારે તેઓ મને મેકલવામાં સંમત થયા અને મને પણ નિરાંત વળી. એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે હજી લગી હું પત્રવ્યવહાર, ઉપરાંત વિજય ધર્મસૂરીને કોઈ પણ રીતે જાણતો નહીં. મેં મારી અંધકારાદ્વૈત વિશ્વની સ્થિતિ તો તેમને જણાવેલી જ. ક્યાં ઝાલાવાડ અને ક્યાં સ્વતંત્રતાસાધ્ય સંસ્કૃતનું શિક્ષણ, તેમ છતાં વિજયધર્મસૂરીશ્વરને મને કાશી બોલાવવા માટે નિર્ણય કરવામાં એક પણ ક્ષણની વાર ન લાગી. એને દેવેગ કહો કે ઉત્કટ જિજ્ઞાસાનું પરિણામ કહે પણ મારે માટે અહીંથી અભ્યાસની નવી સીમાનો પ્રારંભ થયો.
અભ્યાસ તો કર હતો સંસ્કૃત ભાષા અને તેમાં લખાયેલ વિવિધ શાન, જેનું મને કાંઈ વિશેષ ભાન ન હતું. પણ આ ભાષા અને એમાં લખાયેલ શાસ્ત્રો એ બધું સંપ્રદાયાધીન હોવાથી એનું શિક્ષણ લેવા અને આપવામાં અનેક ભયસ્થાને રહેલાં છે, તેમ જ અનેક વિધી બળ મનને મૂંઝવી પણ નાખે છે. આ સ્થિતિનું ભાન હવે સવિશેષપણે થવા લાગ્યું, ને ઈષ્ટ શિક્ષણ લેવા છતાં અનેક જાતનાં હૃદયને હચમચાવી નાખે એવાં મંથને પણ શરૂ થયાં.
મારા પ્રાથમિક શિક્ષણની વેલ જે સ્થાનકવાસી પંથની વાડને અવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org