________________
સુવર્ણ ચન્દ્રક સમારંભ પ્રસંગે
[ ૨૭૫
લખી ઘેાડીક વિસ્તરેલી, તેણે ધાર્મિક માન્યતા વિષયક કેટલાક સચોટ સંસ્કારેના મન ઉપર નાખેલા, જેમાંથી ત્રણેકને નિર્દેશ કરવા અનિવાય ખને છે. મૂર્તિની માન્યતા બિલકુલ ધ×વિરુદ્ધ છે અને તે જીવનને પાડનાર છે એ એક સંસ્કાર, માઢે મુહપત્તિ ખાંધ્યા વિના ધની પૂર્ણાહુતિ નથી થતી એ ખીજો સંસ્કાર, અને બત્રીશ આગમ બહાર ખીજું કાંઈ શાસ્ત્રીય જ્ઞાન રહેતું જ નથી. ભગવાન મહાવીર આદિ સર્વજ્ઞ પુરુષોએ જે કાંઈ કહ્યુ છે તે બધું બત્રીસ આગમમાં જ આવી જાય છે અને તે આગમાના અક્ષરે અક્ષર તેમણે જ ઉચ્ચારેલા છે એ ત્રીજો સસ્કાર. કાશીમાં સંસ્કૃત શિક્ષણ તો યથાસાધન ચાલતું જ હતું, પણ હવે આ નવશિક્ષણની વેલીને ખીજા પથની વાડને અવલખી વિસ્તરવા અને વિકસવાનું હતું. એ ખીજો પથ એટલે શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરા. આ પરંપરાની ધાર્મિક માન્યતાઓ ઉપરના ત્રણે સંસ્કારાથી સાવ જુદી અને વિરુદ્ધ, તેથી કાશીના વાતાવરણમાં મારા મને ભારે મથન અનુભવ્યું અને તે એટલે સુધી કે પહેલાંના જન્મસિદ્ધ બળવાન સંસ્કારો અને આ નવ સંસ્કારા વચ્ચે શું સત્ય છે અને શું અસત્ય છે એને નિર્ણય ન થવાથી હું તદ્દન અસ્વસ્થ થઈ જતા અને મારી વેદના કાઈની સમક્ષ કહેતા પણ નહીં. બહારથી હું પણ પૂર્ણ પણે કાશી યોાવિજય પાઠશાળાના શ્વેતાંબર મૂર્તિપૂજક વાતાવરણને અનુસરતા, છતાં મનમાં એ વિષે પૂરી બુદ્ધિપુરઃસર ખાતરી થઈ ન હતી પણ મન તે સત્યશોધનની દિશામાં જ ગતિ કરતુ. તે માટે વાંચવું જોઈએ તે વાંચતા, વિચારવું જોઈએ તે વિચારતા અને કચારેક કયારેક વિશ્વસ્ત મિત્ર સાથે ભીરુ મનથી, અપ્રકટ ચર્ચા પણ કરતા; પરંતુ પરસ્પર વિરોધી એવા ઉપર સૂચિત ત્રણે સંસ્કારામાંથી સત્ય તારવવા જેટલે શાસ્ત્રીય જ્ઞાનનેા પરિપાક પણ નહી થયેલા અને સ્વતંત્રપણે નિર્ણય આંધવા જેટલા માનસિક વિકાસ પણ નહી થયેલે; કદાચ એમ પણ કહી શકાય કે એવે માનસિક વિકાસ થયેલ, પણ જન્મથી પડેલ અને ખીજા દ્વારા સચોટપણે પોષાયેલ ‘ પરપ્ર ત્યયનેય ખુદ્ધિ 'ના સંસ્કારી જ એ વિકાસને યોગ્ય દિશામાં જતા શકતા. ગમે તેમ હા પણ આવા મથનકાળ એ ત્રણ વર્ષથી વધારે ન ચાલ્યું. મને એટલી તો પ્રતીતિ થઈ ગઈ કે જે ત્રણ સંસ્કાર! જન્મથી પડેલા છે તે બહુ ભ્રાન્ત છે, નિરાધાર છે અને એક અથવા બીજી ભૂલમાંથી જ પોષણ પામતા જાય છે.' મને ધીરે ધીરે કાઈની ખાદ્ય પ્રેરણા વિના સ્વક્રિય ચિંતન અને શાસ્ત્રીય વાચનથી સાધારણપણે એમ સમજાતું ગયું કે મૂર્તિની માન્યતાને જીવનના ઉત્ક્રાન્તિક્રમમાં અમુક સ્થાન છે જ અને એ પણ સમજાયું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org