________________
સુવર્ણચન્દ્રક સમારંભ પ્રસંગે
[૨૭૯ શક્તિ હોય અને તેવો અવકાશ પણ હોય તો મારે બીજા દેખીતા લાબેને ભોગે પણ એ જ પરંપરાનું કામ મુખ્યપણે કરવું જોઈએ. છેવટે માનવસમાજ તે એક જ છે. જૈન સમાજ એ મોટા સમાજનું નાનું પણ અગત્યનું અંગ છે. તેની સાહિત્ય અને સંસ્કાર સમૃદ્ધિ પ્રાચીન હોવા ઉપરાંત ઉપગી અને મૂલ્યવતી પણ છે, તે પછી એનું સંશોધન કાં ન કરવું? છેવટે તે જે સંશોધન સાચું અને વ્યાપક હશે તો બીજી દાર્શનિક પરંપરાઓના સંશોધનમાં પણ ઉપયોગી થશે. આવી શ્રદ્ધાથી હું છેલ્લાં ત્રીશ વર્ષ થયાં અવિછિન્નપણે જેનપરંપરાના શાસ્ત્રીય અને વ્યાવહારિક ક્ષેત્રને અલ્પાશે પણ ખેડી રહ્યો છું. એ ખેડાણની અસર જૈન સમાજના રૂઢ વર્ગમાં ગમે તેટલી ઊલટી થઈ હોય છતાં વાસ્તવિક રીતે એણે જૈન પરંપરાના વિચારપ્રદેશને પણ ઉન્નત કરવામાં કે પરિમાર્જિત કરવામાં અલ્પાશે પણ ફાળે આપ્યો છે એમ હું અનુભવથી કહું તો કોઈ અયુક્તિ કે ગર્વોક્તિ ન સમજે, કેમકે છેવટે તે મારી પામરતા અને અલ્પતાનું મને જેટલું ભાન છે તેટલું બીજાને ભાગ્યે જ હશે. આટલું કથન પણ એટલા માટે કરું છું કે તટસ્થ અને નિર્ભય વૃત્તિનું પરિણામ એકંદર કેવું ઇષ્ટ આવે છે તે સમજી શકાય.
મેં સામાજિક અને રાષ્ટ્રીય દષ્ટિએ જે વિચાર કર્યો છે તે કરતાં ધર્મ અને તત્વજ્ઞાનની વ્યાપક દષ્ટિએ કાંઈક વધારે વિચાર કર્યા છે. અથવા એમ કહો કે એવા વિચારે મારે કરવા પડ્યા છે. એને લીધે મેં જૈન-જૈનેતર સમાજમાં ચાલતી અનેક સંસ્થાઓમાં અપાતા ધર્મ તત્ત્વજ્ઞાન વિષયક શિક્ષણ અને તેના પાઠ્યક્રમનું ડું પરિશીલન પણ કર્યું છે. મને અનુભવે લાગ્યું છે કે આપણે ત્યાં અપાતું ધર્મ અને તત્વજ્ઞાનનું શિક્ષણ બહુ જ સંકુચિત દૃષ્ટિથી તેમ જ એમ હાથ-અયોગ્ય રીતે અપાય છે. પરિણામે એવું શિક્ષણ લેનાર, આગળ જતાં જ તેજસ્વી હોય તે ધર્મ અને તત્ત્વજ્ઞાનના શિક્ષણ પ્રત્યે અશ્રદ્ધાળ બની જાય છે. અને જો તે મધ્યમ શક્તિને અગર પ્રથમાધિકારી હોય તે સાવ જડ બની જાય છે. તે પિતાનું સત્ય બીજાને બુદ્ધિપૂર્વક સમજાવી નથી શકતા અને બીજાનું ગમે તેટલું સારું તેમ જ સચેટ વક્તવ્ય હોય તો પણ તેને કાં તે સમજી જ નથી શકતે અગર તે સમજવાની પરવા નથી કરતા. તેથી જ્યાં દેખો ત્યાં ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં શિક્ષણને પરિણામે નિસ્તેજ માસ્તરનું જ જૂથ નજરે પડે છે. અધ્યયન, વિચાર અને વિવેકની વધારેમાં વધારે સામગ્રીના આ જમાનામાં પણ જન સમાજના ધર્મ કે તત્ત્વજ્ઞાનના શિક્ષકે સાવ તેજહીન જ દેખાય છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org