________________
૨૭૦]
દર્શન અને ચિંતન તરીકે અસાધારણ એવા ગૃહસ્થ વિદ્વાન વર્ગની ઊલટી વધારે જરૂરિયાત રહેવાની. હું ધારું છું કે આવા જ કઈ સ્કુટ કે અસ્કુટ વિચારે વિજયધર્મ સૂરીશ્વરને કાશી ભણી ધકેલેલા. તેઓ ઘણીવાર આ વસ્તુ પિતાની ઢબે કહેતા. તેમણે ગૃહસ્થ વિદ્યાર્થી વર્ગ એકત્ર કરવા માંડ્યો અને કાંઈક કામ પણ ચાલ્યું. એમણે સાથે જ સાથે યશોવિજય ગ્રંથમાળા પણ શરૂ કરાવી અને તે વખતની નવી જ ઢબે સાહિત્યપ્રવૃતિ પણ શરૂ કરી, જેનાં સુપરિણામો કોઈ ન જાણે તોય સમાજમાં પચી ગયાં છે. હું દશ વર્ષ પહેલાં અહીં આવ્યું અને એ જૂની સ્મૃતિઓ તાજી થઈ. એક રીતે વખતના વહેવા સાથે એ આદર્શ અને સમૃતિઓ પણ વધારે સ્પષ્ટ તેમ પાકાં હતાં. મને પહેલાં જ લાગ્યું કે દિગંબર સમાજમાં સંકડે વિદ્વાને હાઈ તેઓ જ્યાં ત્યાં કાર્યક્ષેત્રમાં પોંચી શકે છે, જ્યારે શ્વેતાંબર અને સ્થાનકવાસી સમાજમાં તે એને દુષ્કાળ છે અને છતાં ય માગણું ઉચ્ચ પાયા ઉપર વધતી જાય છે. એ સાથે જ્યારે જૈન સમાજનું ઐતિહાસિક દૃષ્ટિએ નિરીક્ષણ કર્યું ત્યારે તે મને ઉપરનો આદર્શ વિશેષ મૂલ્યવાન, ઉપયોગી અને જરૂરી લાગે. જ્યાં સુધી હું જાણું છું અને પુરાવાઓ મળે છે ત્યાં સુધી એમ માનવાને કારણ છે કે જૈન સમાજમાં વિદ્યાની અને સૂક્ષ્મ વિચારની જે સદાકાળ માટે ઊણપ રહી છે તેનું એક માત્ર કારણ ગૃહસ્થ વર્ગની પ્રાથમિક ભૂમિકાની પૂરી તૈયારીને અભાવ એ જ છે. આપણે નથી જાણતા કે કવીશ્વર ધનપાળ પહેલાં જૈન સમાજમાં કોઈ ગૃહસ્થ પાકટ જૈન વિદ્વાન હતું કે નહિ ? ધનપાળ પછી એટલે અગિયારમા સૈકા પછી જ્યારે જૈન ગૃહસ્થ વર્ગમાં વ્યવસ્થિત અભ્યાસ કરવાની રૂચિ પ્રકટી અને પિષાવા લાગી ત્યારે ચણ એવા કઈ પ્રબળ જૈન દાર્શનિક કે તત્વચિંતક થયા નથી કે જેણે કાંઈ વિશેષ કામ કર્યું હોય કે સાહિત્યનિર્માણ કર્યું હોય. જે કઈ થયા છે તે બહુ તે વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય કે અલંકાર જેવા પ્રાથમિક વિષય પૂરતા જ નિષ્ણાત હતા, પણ જમાને આગળ વધી ચૂક્યો હતો. જરૂરિયાત વ્યાપક બની હતી. એવે ટાણે સમગ્ર વિષયમાં પારગામી ગૃહસ્થ વિદ્વાનો તૈયાર કરવાની પ્રબળ વૃત્તિ સૌથી પહેલાં એક માત્ર વિજયધર્મસૂરીશ્વરમાં જન્મ અને તે એટલે સુધી કે તેમણે પિતે જ એ તંત્રમાં પરોવવાનું પસંદ કર્યું. બેશક બીજા પણ કેટલાક વિશેષ મુનિઓએ આ દિશામાં અસાધારણ પુરુષાર્થ કર્યો છે અને અદ્યાપિ કરે છે છતાં વિવિધ દર્શનેના અને સાથે જ જૈન દર્શનના ગંભીર ગૃહસ્થ અભ્યાસીને તૈયાર કરવાની પ્રથમ પ્રેરણ, એ તે હું જાણું છું ત્યાં લગી વિજયધર્મસૂરીશ્વરમાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org