________________
૨૬૦]
દર્શન અને ચિંતન પહોંચ્યો. ત્યાંનું ગામડું એટલે થોડાંક ફુસ અને ઘાસનાં ઘરે. ખાવામાં ભાત, અને બિસ્ત્રામાં ડાંગરનું કુંવળ. મિથિલાને મોટે ઉપકાર એ છે કે હું ભક્ત-ભાત-ભેજી થઈ ગયો. વ્યાકરણમાં “ગુર્જર સંપત્યા ગ્રામ ” એ ઉદાહરણ આવેલું તેને અર્થ મિથિલામાં સમજાય. એક ગામને કૂક બીજા ગામમાં પહોંચે એથી વધારે ભાગ્યે જ અંતર હોય. લગભગ દરેક ઘર પાસે પોખરા (નાનાં જળાશયો) હોય છે. સામાન્ય રીતે ત્યાંના લેકે કેઈની યાદગીરી પિખરાથી અગર બાગથી રાખે છે. ત્યાંના વિદ્વાનો કહેતા કે ગ્રંથ, આરામ અને અપત્ય એ સ્થાયી યાદગીરીને ક્રમ છે. તેથી જ ઘણું વિદ્વાનો મિથિલામાં એવા થઈ ગયા છે કે જેઓએ પરિણીત છતાં ગૃહસ્થાશ્રમ ભોગવ્યો જ ન હતા. અને “યાવચંદ્રદિવાકરૌ” કીર્તિ રાખે એવા ગ્રંથને જ જન્મ આપે છે.
આંબા, જાંબુડા, બડહર, કટલર અને કેળાં એ ત્યાંની સમૃદ્ધિ. આપણું દેશના મહારાજાઓએ અને નવાબાએ જ માત્ર જૂની, જયાબંધ સ્ત્રીઓ પરણવાની પ્રથા સાચવી નથી રાખી. એ પ્રથા હજી મિથિલાના દરિદ્ર બ્રાહ્મણે પણ સાચવીને રહ્યા છે. હું જેમને ત્યાં રહેતા તે બ્રાહ્મણને અગિયાર સ્ત્રીઓ હતી. બે ઘેર, અને બાકીની પિતતાના પિતાને ત્યાં. પતિનું કામ મોસમમાં નવરા પડે ત્યારે દરેક સાસરાને ત્યાં ચેડા થોડા દિવસ ફરવાનું અને દક્ષિણ લઈ પાછા ફરવાનું. મિથિલા એટલે જૂના કેટલાક મહર્ષિઓને જનપદ અને અત્યારે મોટી બ્રાહ્મણસંખ્યાનો દેશ. ત્યાંની કટ્ટરતા કાશીને પણ લજવાવે. ડગલે અને પગલે પ્રાયશ્ચિત્ત. હમણાં હમણાં દાખલ થયેલ વૈષ્ણવ ધર્મને અનુસરનારા ગણ્યાગાંઠયા બાદ કરીએ તો મોટેભાગે બધા શૈવ અને તાંત્રિક જ. એટલે તેમને જેમ ઈશ્વરમાં અત તેમ અભક્ષ અને ભક્ષમાં પણ અદૈત જ. ગરીબાઈ એટલી બધી કે બે રૂપિયા આપી તેના વ્યાજમાં અમારા પંડિત મજૂરે પાસે કામ લેતા. પણ કટ્ટરતા એવી કે બીજો કોઈ અન્ય ધર્મી આવે તે તે અસ્પૃશ્ય જ. હું જ્યારે જૈન તરીકે જાણમાં આવ્યો ત્યારે પ્રથમથી મહિને ચાર આનામાં કામ કરનારે માણસ પાછળથી ચાર રૂપિયા આપવાના કહ્યા છતાં આવતે અટકી જ ગયો. જે કે એ માછલી ખાતે અને તાડી પીતો.
મને લોકે મોટે ધનાઢ્ય સમજતા, એટલે પંડિત ભારે આશા રાખે. હું પણ વિદ્યાના લાભથી બધામાં કસર કરી બની શકે તેટલું પંડિતને જીતવામાં જ ખરચી નાખતે; પણ પરિણામ ઊલટું આવતું. પંડિત એમ ધારતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org