________________
૨૫૦]
દર્શન અને ચિંતન કુટુંબ મોટું. માયાળ પણ ખૂબ, પણ જેટલી માયામમતા તેટલી જ અજ્ઞાનતા. એટલે કુટુંબીઓને હું ઘરે રહે એ સિવાય બીજું ન જ ગમે. ઘર બેઠાં એટલું બધું તું શીખે છે કે સાધુઓ પણ તારી પાસે ફિક્કો છે એમ કુટુંબીઓ કહેતા. સાહસવૃત્તિ અને નિર્ભયતા જેમ આખા હિંદુ સંસારમાં તેમ મારામાં પણ હણાયાં જ હતાં. એટલે જ ઢીલ થતી. પણ પેલી જિજ્ઞાસા, વળી ધકેલતી. એણે એક બીજા જૈન સાધુનો ભેટો કરાવ્યું. તેમની પાસે સારસ્વત પૂર્ણ કર્યું. મારે કહેવું જોઈએ કે વ્યાકરણનું આ શિક્ષણ જ્યારે મને અત્યારે યાદ આવે છે ત્યારે એમ લાગે છે કે આપણું લેકની શિક્ષપ્રણાલિ કેટલી અપાર શકિતનો નાશ કરી રહી છે.
જેમ જેમ થોડુંક સંસ્કૃત જાણતે ગયે, તેમ તેમ લાગ્યું કે આ તે. બધું અપૂર્ણ છે. ઉચ્ચાર પણ શુદ્ધ નથી, અર્થજ્ઞાન પણ ભ્રાંત છે અને માહિતીઓ બહુ જ અપૂર્ણ છે. હજી તે મોટા મોટા અપાર ગ્રંથ શીખવાના પડ્યા છે. તે કેમ અને ક્યારે શિખાય ? એ નાદે વળી શેધ કરવા. પ્રેર્યો, અને અચાનક માહિતી મળી કે એક જૈન સાધુ કાશીમાં સંસ્કૃત ભણાવવા વિદ્યાર્થીઓને લઈ જાય છે. મારું મન ત્યાં ચેર્યું. પ્રથમ સાંભળેલી કાશીની પ્રશંસા તાજી થઈ બીજી પાસ સૂરતમાં ઊઘડેલ સંસ્કૃત પાઠશાળા તરફ મન ગયું. આ માટે એક મિત્ર મારફત જ કોઈ કુટુંબી ન જાણે તેવી રીતે પત્રવ્યવહાર શરૂ કર્યો. અને ૧૯૬૦માં ઈષ્ટ પરિણામ આવ્યું. કાશીથી પત્ર આવ્યો કે તમે આવે. હવે પિતા અને ભાઈઓ પાસે રજા લેવાની હતી. નકકી કરીને જ કે “જવું તો છે જ.” પિતાજીને પૂછયું અને. સાથે જ કહી દીધું કે જે ના પાડશે તે અમંગળ થશે; જવાને તે.
છેવટે તૈયાર થઈ નીકળે. કાશી જૈન પાઠશાળાની ઓફિસ વિરમગા-- મમાં હતી. ત્યાંથી બીજા એક જનાર ભાઈ સાથી થયા; પણ તે વખતના એ પાઠશાળાના સેક્રેટરી જેઓ અત્યારે વકીલ છે, અને મને ખાસ મિત્રભાવે. જાએ છે તેઓએ તે વખતે વિચાર્યું કે આ સુખલાલ આવી પરતંત્ર સ્થિતિમાં કાશી જેટલે દૂર કેમ જશે ? કેમ રહેશે? અને કેવી રીતે ભણશે? આ વિચારથી તેઓ મને કાશી મોકલતા અટક્યા. અને મારે પાછું વિદ્યા આવ્યું. પણ એ તે આઠ જ દિવસમાં ટળી ગયું. અમે બે જણ કાશી જવા નીકળ્યા.
તે વખતની અમારી વ્યાવહારિક અજ્ઞાનતા કેટલી હતી એના અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org