________________
૧૧૪]
દર્શન અને ચિંતન કદાચ આગળ વધે એવી મારા મન ઉપર છાપ પડતી. મેઘાણીનાં પુસ્તક સાંભળવાની તૃષા તે વખતથી આજ લગી હજી નથી જ સંતોષાઈ, પણ મેઘાણને પરિચય થવાના પ્રસંગો મુંબઈમાં જ આવતા ગયા.
- ૧૯૪૧ ના ઉનાળામાં મેધાણ મુંબઈમાં એક મિત્રને ત્યાં રાતે આવ્યા. હું પણ હતો. બધાએ એમને કાંઈક સંભળાવવા કહ્યું. મેં એમની લથડેલી તબિયત જાણું એટલે એમને પિતાને ગાવા ના પાડી અને શ્રોતાઓને પણ આગ્રહ કરવા ના પાડી. દરમ્યાન મારી સાથે એક બિહારના વનસ્પતિ શાસ્ત્રવિશારદ ડોકટર હતા. તેમણે એક હિન્દી ગીત લલકાર્યું. એ તો સામાન્ય હતું. આ ગીત પૂરું થતાં જ મેઘાણી આપમેળે ગાવા મંડી ગયા. મેં રોક્યા પણ આ એક, તે પૂરું કરી લઉં એમ કહી તે આગળ ચાલ્યા. એક એટલે કહ્યું એક એની પછી સીમા બાંધવી અઘરી હતી. આ ખાનગી મિજલસ પછી તેમનાં મુંબઈ યુનિવર્સિટીનાં ભાષણો સાંભળવાની તક મળી.
કલાકના કલાકે લગી અખંડપણે એટલા ઊંચા સ્વરથી એટલી મોટી મેદની વચ્ચે ગાવું અને અસાધારણ જણુતા અને વિદ્વાન સમક્ષ વિવેચન પણ કરતા જવું એ સિદ્ધિ તે જ વખતે જોઈ મને મનમાં થયું કે પ્રસંગ મળે તો મેઘાણીને કહી દઉં કે “આટલું બધું ન લંબાવો અને લંબાવવું હોય તો પણ રાતે અને આખો દિવસ પૂરતે આરામ કરી લે. મેં તેમને એ વાત કહી પણ ખરી. પરંતુ તેમણે તો મને એવો ઉત્તર આપ્યો કે જેથી હું અતિ વિસ્મયમાં પડી ગયું. તેમણે કહ્યું “આરામની વાત ક્યાં છે? સવારથી ઊઠી ભાષણ માટે આવું છું ત્યાં લગી ભાષણની બધી સંકલના કરું છું, નોટ કે ને એ મારી સ્મૃતિ જ છે. રાતે પણ વખત મળે ત્યારે એ જ ગભાંજમાં રહું છું. હું કાંઈ વિશેષ ન બેલ્યો પણ એટલું કહ્યું કે “આ રીત સારી નથી, જીવલેણું છે.” યુનિવર્સિટીનાં પાંચ ભાષણો પૂરાં થયાં ત્યારબાદ ભારતીય વિદ્યાભવનમાં એક મેળાવડે જાયે. શ્રીયુત મુનશીજી પ્રમુખ અને મેઘાણી લોકગીત લલકારનાર. પિણું ત્રણ કલાક એ મેઘગંભીર ગિરા ગાજતી ચાલી. ઉપસંહારમાં શ્રીયુત મુનશીએ ઠીક જ કહ્યું હતું કે “આ તે વ્યાસ છે.” મને એમ જ લાગ્યું કે વ્યાસે મહાભારતમાં જે વિસ્તાર કર્યો છે અને જે વિવિધતા આણી છે તે જ તત્વ મેઘાણીના ગાન અને ભાષણમાં છે. આ બધું છતાં મને એક 2 ઉભય પક્ષે લાગતી જ હતી અને તે એ કે વક્તા શક્તિ અને સમયનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org