________________
ર૧૨]
દર્શન અને ચિંતન રાત્રે ત્યાં પહોંચ્યા. બિનલી એ એક તદ્દન નાનું ગામડું છે, જેમાં મુખ્યભાગ જૈનોનો અને તેમાંય સ્થાનકવાસી જૈનોનો છે. એ ગામની છેડે દૂર બે નદીઓ ખૂબ વહે છે. કુવાઓ પુષ્કળ છે. આંબાના મેટા મેટા, બગીચાઓ છે. ઘઉં, શેરડી, વગેરે પુષ્કળ પ્રમાણમાં પાકે છે.
વાવૃદ્ધ કીતિપ્રસાદજી મારે ઉતારો એક મોટા જમીનદારને ત્યાં હતો. એ ચાર ભાઈઓમાં બે વકીલ અને તેમાંયે એકે તો અસહયોગ વખતે વકીલાત છોડી છે.. વકીલાત છોડ્યા પછી તેઓનું જીવન તદન બદલાઈ ગયું છે. આજે એ વયોવૃદ્ધ કીર્તિપ્રસાદજી ગુજરાનવાલા જૈન ગુરુકુળના અવૈતનિક અધિષ્ઠાતા છે. તેઓ અર્ધો કલાક તે રેંટિયો ફેરવે જ. તેમણે શરૂઆતમાં ડિસ્ટ્રીકટ બોર્ડ મારફત અનેક નિશાળોમાં રેંટિયા અને શાળા દાખલ કરાવેલાં. એ બાબુજી તો હજી પણ મહાત્માજીના સિદ્ધાન્તમાં તેટલા જ પાકા છે. પાંચ અને દશ વર્ષ પહેલાંના તેમના પરિચય વખતે મારી સામાન્ય એવી કલ્પના થયેલી કે પંજાબ અને યુ. પી. ના લેકમાં બંગાળ, દક્ષિણ કે ગુજરાત જેવું બુદ્ધિસૂક્ષ્મત નથી હોતું. આ કલપના કદાચ બેટી કે એકદેશીયા હશે. ગમે તેમ છે પણ આ વખતના એ બાબુજીના પરિચયે મારા ઉપર જુદી જ છાપ પાડી. તેમના પરિચયથી હું એમ માનતે થયો કે શિક્ષણ અગર અભ્યાસનું પ્રમાણ જરાયે ન વધ્યું હોય, પ્રથમ જેટલું જ હોય અને છતાં જે મનુષ્યના ચારિત્રમાં વિકાસ થાય તો એ શિક્ષણ અને અભ્યાસ બહુ દીપી ઊઠે છે, એટલું જ નહિ પણ તેમાં ઊંડાણ માલૂમ પડે છે. ખરી રીતે ચારિત્ર એ શિક્ષણની સુવાસ છે.'
જૈનાચાર્ય વિજયવલ્લભસૂરિ બિનેલીમાં ભારે મુખ્ય જેને મળવું હતું તે હતા જૈનાચાર્ય વિજય વલ્લભસૂરિ. એઓશ્રી જન્મે ગુજરાત અને વડોદરાના છે. પ્રસિદ્ધ જૈનાચાર્ય આત્મારામજીના એ શિષ્ય છે. તેઓનું મુખ્ય જીવન પંજાબમાં વ્યતીત થયું છે. તેના વિચારમાં સંકીર્ણ સાધુ સમાજની છાપ બહુ જ ઓછી છે. આજે જૈનોને શું જોઈએ છે એ, તેઓ પ્રમાણમાં બીજાઓ કરતાં ઠીક સમજે છે; તેથી જ સ્થળે સ્થળે વિદ્યા, કોઈ પણ જાતની વિદ્યાના પ્રચાર માટે જ તેઓ મહેનત કરે છે. મુંબાઈનું મહાવીર જૈન વિદ્યાલય અને ગુજરાનવાલાનું ગુરુકુળ એ તેઓની વિદ્યાપ્રિયતાના નમૂનાઓ છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org