________________
અમારે પ્રવાસ
[૨૪૩ અન્ય ઉપયોગી બે વાત–ગમ્બર, જરીવાવ, આરસપહાણની જૂની ખાણ વગેરે જેવાનો અને ફરવાનાં સ્થળોને સમયને અભાવે પડતાં મૂકી પાછા ફર્યા. પાછા ફરવાને અને આ વર્ણનને ઉપસંહાર ન લંબાવતા ફક્ત અગત્યની લાગતી બે વાતો અહીં વાચકો સમક્ષ મૂકી દઉં: એક તો એ કે ખરેડીમાં શ્રીમાન શાન્તિવિજયજીનો સમાગમ, અને બીજી પાલનપુરમાંના એક ભંડારની કેટલીક તાડપત્રની પ્રતિઓનું અવલોકન (૧) શ્રી શાન્તિવિજયજી વિશે ગયે વર્ષે કંઈક સાંભળેલું. તેઓ આબુના ઊંચા અને વિવિધ શિખર ઉપર કે ગુફાઓમાં બહુધા એકાંત જીવન ગાળે છે. જાતે રબારી છે તેઓના જ શબ્દોમાં કહું તે “રબારી હતો ત્યારે એ જંગલમાં રહે તે અને અત્યારે પણું જંગલી જ છું.” તેઓ એકાંતવાસી યેગી તરીકે ભક્તોમાં જાણીતા છે અને આબુની આસપાસના પ્રદેશમાં જ જીવન તથા સંયમયાત્રા નિર્વહે છે. તેઓની પ્રતિષ્ઠા વિદ્યાને અંગે નથી, પણ સરળ જીવનને અંગે છે. તેઓ ભોળા છે અને તદ્દન સાદા છે. નિઃસ્પૃહતા વિશેષ હોય એવી છાપ પડે છે. અનેક લોકો તેઓના દર્શન માટે આવે છે પણ હું સમજી શક્યો ત્યાં સુધી દર્શનાર્થીઓમાં કલ્યાણાર્થી ભાગ્યે જ હોય છે. સંપત્તિ, સંતતિ અને અન્ય અભિલાષાઓ લેકસમૂહને ધર્મ છાયામાં ધકેલે છે. એક જણ તપ કરે, યોગ સાધે, શ્રમ કરે અને તેનું ફળ મેળવવા હજારે અપુષાથી જણ દોડે એવી પરિસ્થિતિનું ભાન મને થયું. એ મહારાજશ્રી પાસે રાજાઓ, રાજકુમાર અને યુરોપિયન સુદ્ધાં આવે છે. એ ગુણકર્ષણ જોઈ-સાંભળી જાતિ કરતાં ગુણનું ચડિયાતાપણું કેટલું અને કેવું
છે તેની પ્રતીતિ થઈ અને વિદ્યા કરતાં સંયમનું, ખાસ કરી સરળતા અને નિસ્પૃહતાનું તેજ કેટલું વધારે છે એની પણ ખાતરી થઈ
(૨) પાલનપુર–કમાલપરામાં લહુષાળ ગચ્છના યતિનો ઉપાશ્રય અને નાનકડે ભંડાર છે. એમાં તાડપત્રનાં છએક પુસ્તક છે. એ પુસ્તકે જોયાં. એની આવશ્યક પ્રશસ્તિઓ લખી લીધી. એમાંનું એક પુસ્તક ૧૩માં સકાના આરંભમાં લખાયેલું છે કે જે ઉપદેશમાલા ઉપરનું સિદ્ધર્ષિની વૃત્તિ છે. બાકીનાં બધાં પુસ્તકે સેમસુંદર સુરીના ઉપદેશથી ડુંગરપુરમાં એક જ બાઈની મદદથી વિ. ૧૪૮૭ થી ૧૪૯૨ સુધીમાં લખાયેલાં છે. એ પુસ્તકમાં તત્વાર્થ ભાષ્ય ઉપરની સિદ્ધસેન ગણીની વૃત્તિને પાંચમા અધ્યાયથી અંત સુધીને ભાગ છે. મૂળ તત્વાર્થસૂત્રનું એક પુસ્તક છે. એક તાડપત્ર ઉપર દિગંબરીય ન્યાયગ્રંથ (પ્રમેય કમલમાર્તડ) આખે છે. ત્રણ પુસ્તકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org