________________
૨૪૨ ]
દર્શન અને ચિંતન (3) સર્વસાધારણમાં સામાન્ય શિક્ષણ પ્રચારવાનું અને ઘટે ત્યાં ઉચ્ચ શિક્ષણને વિસ્તારવાનું અને તે માટે જાતે તૈયાર થવાનું કામ.
આ અને આના જેવાં કેટલાંયે દેશકાલે માગી લીધેલાં નિર્દોષ કામો પડ્યાં છે. એમાંથી એક એકની રુચિ પ્રમાણે પસંદગી કરી તેને જીવન
ધ્યેય બનાવી સમગ્ર શક્તિ તેમાં રોકવામાં આવે તો નવરા પડેલ મનને કલેશ અને વિખવાદને પ્રસંગ નહિ આવે અને જેમ જુદા જુદા નાના સમન્વયથી આખો સ્વાદુવાદ ઘડાય છે તેમ જુદી જુદી શક્તિ ધરાવનાર સાધુગના સૌહાર્દપૂર્ણ સમન્વયથી જૈનસંધ બળવાન બનશે.
સાચી પ્રભાવના–પધરામણી, ઉપધાન, ઉજમણું આદિ અનેક ઉત્સવ પ્રસંગે જે ધૂમધામ અને લખલૂટ ખર્ચ થાય છે તેના તેજમાં અંજાઈ ગૃહસ્થ અને સાધુઓને મોટો વર્ગ શાસનની પ્રભાવના માની લે છે, પણ જે એ પ્રભાવના સાચી જ હોય તે જૈન સમાજમાં બળ આવવું જ જોઈએ. દર વર્ષે અને પ્રાયઃ દરેક પ્રસિદ્ધ સ્થળે આવી અનેક પ્રભાવનાઓ થયાના સમાચાર જૈન પત્ર વાંચનારથી અજ્ઞાત નથી અને છતાંય જોઈએ છીએ કે સંધમાં બળની દિવસે દિવસે ઉણપ જ વધતી જાય છે. નથી જ્ઞાનનું બળ વધતું દેખાતું કે નથી ચારિત્ર્યનું બળ વધતું દેખાતું. જે જે બળો પૂર્વે હતાં તે કરતાં પણ આજે ઓછાં છે એ વાત સાચી હોય તો તે આપણે શું કબૂલ કરતાં શરમાવું જોઈએ ? આપણી ધર્મ પ્રભાવનાઓની ચાલુ પદ્ધતિ ખામીવાળી છે અને દેશકાળને અનુરૂપ નથી. - શું ઉપર સૂચવેલ કામોમાં સાધુઓ ગીરતાર થઈ જાય તે જ્ઞાનની આરાધના અને ચારિત્ર્યની આરાધના નહિ થવાની કે સંઘબળ વધી શાસનપ્રભાવના નહિ થવાની ? આ તે કુંભારિયાનાં એ મંદિરમાં આવેલ વિચારોની વાનગી થઈ અસ્થાન ચર્ચાને દોષ લાગતો હોય તો તે બદલ વાચક ક્ષમા આપશે.
કેટેશ્વરનું રમણીય સ્થાન–કુંભારિયાથી ત્રણ માઈલ દૂર કેટેશ્વર મહાદેવનું સ્થાન છે. તે ઊંચાણમાં છે અને સરસ્વતિ નદીનું મૂળ હઈ તેમ જ જળપ્રવાહને બ્રાહ્મણબુદ્ધિએ વધારે પવિત્રતાનું રૂપ આપેલું હોઈ ત્યાં પુષ્કળ યાત્રીઓ જાય છે. અમે પણ ગયા હતા. રસ્તામાં એક સુંદર દશ્યને ફેટ શ્રી જનવિજ્યજીએ લીધો. તે વખતે તેમના સંદર્ય અને કલાલુપ દષ્ટિ વિષે આવેલા વિચારે કાંઈ જુદા જ હતા. પણ તેનું આ સ્થાન નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org