________________
મારે પંજાબને પ્રવાસ
[૨૧૯ હોય ત્યારે આવી લડાઈમાં બહુધા ગાળાનું જ નૈવેદ્ય હોય છે, પણ પંજાબ જેવા ભાગમાં તે મારામારીની મીઠાઈ જ નજરે પડે છે. એક વિદ્વાન મિત્રે રેલવેની આ સ્થિતિનું એક સુંદર ઉપમા દ્વારા સ્પષ્ટીકરણ કરેલું. તેઓએ કહેલું કે પેસેંજરો અને શ્વાનોની વૃત્તિ એક જેવી છે. નવો કૂતરે આવે તે જનાઓ તેને પોતાની હદમાં આવવા ન જ દે. આવનાર કૂતરો, નિર્બળ હોય તો જમીન ઉપર આળેટી જાય અને જુનાઓની મહેર મેળવે. બળવાન હોય તો લડી-ઝઘડીને હદમાં દાખલ થાય. એટલે પછી જૂના નવા બધા એક જ. વળી આ બધા કૂતરા પિતાની હદમાં પાછી બીજા નવા આવનાર કુતરા સામે તે જ રીતે થવાના અને તેઓ વચ્ચે પાછી સમાધાની. થવાની. નવા ચડનાર અને ચડી બેઠેલા પેસેંજરો વચ્ચે ધાનવૃત્તિ અનુભવાય છે. અને એ જ મનુષ્યહૃદયની વાસ્તવિક સ્થિતિનું ચિત્ર છે. જે જ્ઞાની હોય છે, જે રોજ પૂજાપાઠ કરનારો હોય છે, જે ઈશ્વરની બંદગીને ચાલુ ઢબે કરવા ભૂલતો નથી, રેલવેમાં પણ નમાજ પઢવા ચૂકતો નથી, જે સમગ્ર જીવસૃષ્ટિને એક જ બ્રહ્મના અંશ માને છે, જે અહિંસા અને દયામાં પોતાના ધર્મને સર્વશ્રેષ્ઠ માને છે, તે બધાનું ધાર્મિક હૃદય મોટે ભાગે. રેલવેમાં યથાર્થ રૂપમાં જોવા મળે છે. કોઈ ઈશ્વરની કેટલી નજીક છે અને કોણ કેટલે દૂર છે એનું ભાન આપણને ત્યાં જ થાય છે. હું તો એમ પણ કહું કે શાંત અને ક્ષમામૂર્તિ ગણાતા સર્વ સંપ્રદાયના ધર્મગુરુઓને જે આવા પ્રસંગમાંથી પસાર થવું પડે તો જ તેઓની શાંતતા અને ક્ષમાશીલતા યથાર્થરૂપે કસોટીએ ચડે. અસ્તુ.
ખાનપાન
રેલવેમાં બીજી બાબત ખાનપાનની છે. કેટલાકે તે મુસાફરી દરમિયાન ખાતા નથી; એટલું જ નહિ પણ ચાલતી ગાડીએ પાણી પણ પીતા નથી.. વધારે વખત ખેતી થાય એવે સ્ટેશને તેઓ નીચે ઊતરી પાણી પીએ છે. એટલે નળનું પાણી ન પીનાર સમ્પ્રદાયને તદ્દન નાશ કરવામાં હજી રેલવે સફળ ન થઈ પણ આવાં કટ્ટર માબાપની જ સંતતિ તો તેટલી ઉદાર થઈ જ ગઈ છે. ગમે ત્યાં, ગમે તે પળે, પૈસા હોય અને નવું આવ્યું એટલે ખરીદવું. નથી સ્વચ્છતાને વિચાર, નથી આરોગ્યની દૃષ્ટિ કે નથી. પિટની પરવા. તેઓ એમ કહે છે કે, રેલવેમાં બધું પચી જાય. ખુલ્લાં હવાપાણીમાં કાંઈ બંધન રાખવું એ બેવકૂફી છે. કદાચ આ જ ખાનપાનની. ઉદારતા અને સમભાવશીલતાને લીધે વેચનારવર્ગ પણ ઉદાર અને સમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org