________________
અમારે પ્રવાસ
[૨૩૭ આવકને ઉપગ કાંઈ તીર્થ માટે કે પ્રજાકલ્યાણ માટે નથી થતો. માત્ર રાજા જ તેને પોતાના ઉપયોગમાં લે છે. યાત્રીઓ ઉપરના મૂંડકાવેરા ઉપરાંત ત્યાંની વસ્તી ઉપર અનેક બાબતોમાં એવા હેરત પમાડે તેવા કર, નખાયેલા છે કે જેને સાંભળતાં જ કંપારી છૂટે. કપડાં, સાકર, ગોળ આદિ કઈ પણ વસ્તુ હોય તેના ઉપર દર રૂપિયે લગભગ બે આના જેટલે સામાન્ય કર હોય જ. બહારથી આયાત થતી વસ્તુઓ ઉપર વધારે કર નાખી સંરક્ષણનીતિ સ્વીકારી છે એમ કોઈ ન સમજે. પિતાને ત્યાં ઉત્પન્ન થતી અને પિતાને ત્યાં વેચાતી ઘી વગેરે ચીજો પર પણ તેટલે જ અને તે જ અસહ્ય કર નાખ્યો છે. જે જે ચીજોની બહાર નિકાસ થવાથી પ્રજાને વધારે લાભ થાય. રાજ્યનો વેપાર ખીલે, એવી ચીજો ઉપર પણ દાણની સખત લેહબેડી નાખેલી છે. મધ જેવી વસ્તુ જે ત્યાં બહુ થાય છે તેની નિકાસ ઉપર મણે ૧ રૂપિયા ઉપરાંત દાણ છે; જ્યારે શિરેહી સ્ટેટમાં છ આના દાણ લે છે. પણ આ દાણના સકંજા ઉપરાંત દુકાનદારો ઉપર દુકાનને કર વળી જુદો જ છે. કોઈના ઉપર વરસે પાંચસો તે કોઈના ઉપર અઢીસેના કરને બોજો છે. ચાહની હોટેલવાળા જેઓ અંબાજી જતાં રસ્તામાં આવે છે તેઓને પણ વરસે દોઢસો કરના ભરવા પડે છે. આ અપ્રાસંગિક જણાતું વર્ણન એટલા માટે આપું છું કે પ્રજાની અજ્ઞાનતા અને ગુલામી કેવી ગંભીર છે અને વિષમય ફળે જ્યાં ત્યાં કેટલાં અને કેવાં દેખા દે છે તે જોઈ શકાય.
ભયનીતિ–બીજા પણ એક વિષફળને ઉલ્લેખ કરી દઉં. કારણ, ઓછાવત્તા પ્રમાણમાં એ રોગ હિદુસ્થાનમાં સર્વવ્યાપી છે. ભય, મહાભય—મારનો ભય ત્યાં ભારે છે. ગાડાવાળો કહે : “જે આ હદથી આગળ આવીશ તે મને મારશે. ગમે તેટલી ધીરજ આપ્યા છતાં અને મારનું જોખમ માથે લીધા છતાં તે બિચારે મારના ભયથી કાંપતો કાંપતો એમ જ કહેતો કે તમને નહિ મને જ મારશે.” બીજા એક દાણુછાપરીવાળા માણસે કહ્યું કે “અમારાથી કશું ન બેલાય. અહીં રહેવું છે બોલીએ તો મારા ખાઈએ અને હેરાન થઈએ.” અતુ.
બ્રિટિશ હિંદમાં ભયનું ધુમ્મસ એાસરી રહ્યું છે તેની અસર વહેલી મોડી આવાં દેશી રાજસ્થાનમાં પણ થવાની.
તીર્થ સંબંધી-દાંતાના રાજા સુધી એને પહોંચવાને સંભવ નથી. કર્મઠ ગુજરાતીઓ પણ એને સ્પર્શ કરશે એવી આશા બહુ ઓછી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org