________________
૨૩૮]
દર્શન અને ચિંતન
છતાં અંબાજીના ધામમાં આવેલ વિચાર લખી દેવામાં કશું જ નુક્સાન જે નથી. તેથી એ પણ લખી દઉં, કે તીર્થ એ તરણનો ઉપાય છે. પારલૌકિક કલ્યાણ શું અને ક્યારે થશે તે અજ્ઞાત છે. થવાનું જ હશે તો ભાવના પ્રમાણે થશે જ, પણ તેનાથી અહિક કલ્યાણ જેટલું વધારે અને જેટલું સર્વર સાધી શકાય તેટલી જ સાચી તીર્થતા. તીર્થો એ માત્ર અમુક સમુદાયની શ્રદ્ધાનું મૂર્ત–રૂપ છે. અન્યત્ર કંજુસાઈ કરનાર પણ શ્રદ્ધાળુઓ તીર્થમાં કાંઈ જ ફાળો આપે જ છે. તીર્થનું મહત્ત્વ શ્રદ્ધાળુઓની ભક્તિ અને દાનવૃત્તિને આભારી છે. શ્રદ્ધાળુઓ ખર્ચ કરે છે તે કાંઈક બદલાની આશાથી, નહિ કે માત્ર નિષ્કામ બુદ્ધિથી. તીર્થસ્થાન એટલે શ્રદ્ધાની મૂર્તિમંત કામધેનુ તે દર ક્ષણે અને દર પળે આપોઆપ અનેક રીતે દુકયા જ કરે છે. તેને બુદ્ધિપૂર્વક સાર્વજનિક કલ્યાણ અર્થે ઉપયોગ કરવામાં આવે તે શ્રદ્ધા સાથે વિવેકનો સમન્વય થવાથી તીર્થ એ માત્ર નામનાં જ તીર્થ ન રહેતાં ખરાં તરણોપાય બને. તે દ્વારા શારીરિક, માનસિક અને નૈતિક આરોગ્ય ઘણું પિષી શકાય. તીર્થસ્થાન બહુધા સુંદર આબોહવાવાળાં સ્થાનમાં આવેલાં હોવાથી ત્યાંની આબોહવા પ્રમાણે આરોગ્યભવને ઊભા કરી શકાય અને અનેક બીમારીના આશીર્વાદ મેળવી શકાય. વ્યવસ્થિત શિક્ષણ સંસ્થાઓ, તીર્થની જ આવકમાંથી ચલાવી તે દ્વારા અજ્ઞાનનો રોગ ‘ફિડી શકાય. ઉચ્ચ નૈતિક જીવનવાળા સેવકો અને શિક્ષકોનો સંગ્રહ કરી તે વાતાવરણદ્વારા નૈતિક જીવન વિકસાવી શકાય. આ રીતે તીર્થ–સ્થાનને આધુનિક જરૂરિયાતવાળી સંસ્કૃતિગંગાનું ઉદ્દગમસ્થાન બનાવી શકાય. આ માટે જતાં સઘળાં નાણાં શ્રદ્ધાળુઓની શ્રદ્ધાની દિશા બદલીને મેળવી શકાય. એ કામ માત્ર કઠણ નથી, પણ તેમાં મુશ્કેલીઓ અપાર છે. આજ સુધી માત્ર તીર્થો ઉપર નભતા અમુક વર્ગ અને તે ઉપર તાગડધિન્ના કર-નાર રાજ્ય સુદ્ધાંને પ્રકોપ વહોરવો પડે, પણ અંગત સ્વાર્થ ખાતર જ્યાં પ્રકોપ વહોરવાનો ન હોય અને કેવળ સામાને મુશ્કેલીમાં મૂકવાને ઉદેશ ન હોય તેવાં સાર્વજનિક કાર્ય કરવામાં ગમે તેની અને ગમે તેટલી ખફગીની પરવા રાખ્યા સિવાય જ કામ કરવું એમાં ધર્મદષ્ટિ અને તીર્થ સેવા આવી જાય છે. એને પરિણામે એક નાનકડા વર્ગની પરોપજીવિતા અને આલસ્ય વૃત્તિ દૂર થવા સાથે પ્રજાનું વાસ્તવિક હિત સધાતાં એ નાનકડાવર્ગનું પણ હિત સધાઈ જાય છે. અંબાજી જેવાં તીર્થસ્થાનમાં શારીરિક અને માનસિક જ નહિ, પણ ઔદ્યોગિક શિક્ષણ અમુક અંશે આપવાના સફળ પ્રયોગ કરી શકાય તેમ છે અને બરબાદ જતી ખનીજ અને જંગલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org