________________
પ્રવાસન કેટલાક અનુભવે
[૨૨૯
દેવાને હેતુ છે અને તે એ કે નરિળિ યુદ્ધઃ કર્મ એટલે સંસ્કાર, અગર વાસના. સંસ્કાર જે કરવા પ્રેરે તે તરફ ભાણસ ઢળે, અને જો તેને બુદ્ધિ હોય તે તે વૃત્તિનું સમર્થન કરે ને તેના ઉપર ઓપ ચડાવે. સંસ્કાર શુભ અગર શુદ્ધ હોય તે બુદ્ધિ તેની વકીલાત કરી પ્રતિષ્ઠા મેળવે. સંસ્કાર નબળો હોય તે બુદ્ધિ તેનો પક્ષ લઈ કદાચ વિજય મેળવે પણ પ્રતિષ્ઠા ન મેળવે. એવા પ્રકારના માણસો ચાલાક કહેવાય છે. અને તેવા ચાલાકમાં પિલા ઠાકોરભાઈની ગણતરી કરવી જોઈએ. અલબત્ત કોઈવાર બુદ્ધથનુસારી પણ કર્મ હોય છે. બુદ્ધિ બતાવે તેવે રસ્તે માણસ ચાલે એવા માણસો પુરુષાથી હોય છે. કોઈ વાર બુદ્ધિ પરિમાર્જિત ન હોય તો એને પુરુષાર્થ સત્પરિણામ ન લાવે, પણ જે બુદ્ધિ શુદ્ધ હોય અને તે પ્રમાણે પુરુષાર્થ કરવામાં આવે તો તેથી તે મહાન બને. આપણે આ કોટિમાં મહાત્માને મૂકી શકીએ. અસ્તુ.
શાંતિનિકેતનથી પાછા ફરતાં કાશી આવવા બહુશ્રુત અને વિદ્યાવોવૃદ્ધ પૂ. ધ્રુવ સાહેબને જ્યારે કલકત્તાથી ઉત્તર આવ્યો કે હું કાશીમાં છું– રહેવાનો છું, તમારા વિદ્યાગુરુ મિશ્રછ કાશીમાં જ છે, અને તમે મારે ત્યાં જ ઊતરજે. ત્યારથી જ હું કાશી જવા માટે તલપાપડ થઈ રહેલો. કેન્ટોનમેન્ટ સ્ટેશનથી ધ્રુવ સાહેબને બંગલે જતાં કપાલાનીજનો આશ્રમ જોઈ લેવાની ઝંખના થઈ. એ તસણ જોગીને મળવાની લાલસા પ્રબળ હતી. પણ રસ્તામાં જ કોઈએ કહ્યું કે તેઓ અહીં નથી એટલે આગળ ચાલ્યો. એક વારનું જંગલ અગર મેદાન અને અત્યારનું વિશ્વકર્મા નગર હિન્દુ યુનિવર્સિટીને વિભાગ જ્યાં ધ્રુવ સાહેબને બંગલો છે ત્યાં પહોંચ્યો. ધ્રુવ સાહેબ સુરતમાં જ મદ્રાસથી આવેલા હોવાથી તબિયત સારી ન હતી, પણ તેમનો પ્રેમ અને આતિથ્યપ્રબંધ જોઈ હું તૃપ્ત થઈ ગયો. વિદ્યાર્થીઓ અને પંડિતે હોટેલમાં હતા જ, પરિચિતોને લાંબે કાળે મળવાની ઝંખના જેને એકવાર થઈ છે તે મારી ઉત્સુકતાને કલ્પી શકે. તેમાં વિદ્યાગુરુને (ખાસ કરી નિખાલસ સ્વભાવના અને પ્રખર વિદ્યાસંપન્ન ગુને) મળવાનું હોય ત્યારે હર્ષ અને ઉત્સુક્તાની હદ નથી રહેતી. તેઓ પાસે હજી પહોંચ્યો નહોતો ત્યાં તો દૂરથી “માફ કુવાની મા, જ્યાં સોફ્ટ સોફ્ટ વર્ષ જે વા ફતને પુત્ર યૌર રૂતને સંત હોને વા મી ક થ્રી !” એ ગુરુ મુખનાં નિખાલસ અને પ્રેમ વાક્યોએ મને શરમાવી દીધું. પણ પછી વિદ્યાવાર્તા, નવીન અભ્યાસનાં પરિણામે, ચાલુ કાર્યો વગેરેના વિષયોમાં ઉતર્યા અને એક બીજાના અનુભવો ઠાલવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org