________________
-૨૨૦]
દર્શન અને ચિંતન ભાવશીલ થઈ ગયો હશે. ખારી પૂરીઓને ગરમાગરમ કહે, તેલની ચીજને ઘીની કરી કહે, કાચાપાકા વચ્ચે ભેદ નહિ, દૂધ અને પાણીની મિત્રતાનો ભંગ વેચનારાઓ કેમ જ કરાવે ? ખાનારના દાંત અને પેટની પરીક્ષા માટે કાંકરા અને ધૂળ કાઢવાનું તેઓ યોગ્ય જ ન લેખે અને સૌથી વધારે તે એ કે ભાવ દરેક ચીજના જોઈએ તે કરતાં દોઢા અને બમણું. આ રીતે પૈસાની પુષ્કળ બરબાદી છતાં રેલવેમાં ખાવાનું કાંઈ જ સુખ નહિ. એ દુ:ખદ સ્થિતિની જવાબદારી આપણી અજ્ઞાનતા ઉપર જેટલે અંશે છે તે કરતાં વધારે અંશે રેલવે ડિપાર્ટમેન્ટ ઉપર છે. તેના કર્મચારીઓને જોઈતું મળે એટલે ગમે તે વેચનારા ગમે તેવું, ગમે તે ભાવે વેચી શકે. એક મીઠાઈવાળે આવ્યો. તેના ખૂમચામાંથી સ્ટેશનમાસ્તરે મીઠાઈ લઈ અગ્નિદેવને તર્પણ કર્યું અને ખુમચાવાળે “સાહબ, સાહબ, યહ લીજીયે, યેહ કલીકંદ તાજા હૈ” એમ કહી જાણે ભક્તિપૂર્વક તે જ પ્રસાદી ધરવા મંડી ગયો. જે ખાતામાં લગભગ આવી સ્થિતિ હોય તે ખાતાના અમલદારોની બધી સુખસગવડ અને આરામતલબી એ પેસેંજરોની અગવડતાને જ આભારી છે.
દવા વેચનારા પણ રેલવેમાં જેમ બીમારીનાં સાધન ઘણાં છે તેમ આરોગ્યના ઉપાયો પણ ઓછા નથી. ખુલ્લાં અને વિવિધ હવા-પાણી, વઢવાડ અને કસરત "ઉપરાંત જે અજીર્ણ રહ્યું હોય તો દવાઓ તૈયાર છે. નોટિસો વહેંચાય છે.
એક દવામાંથી તેના ફાયદાઓનું મોટું લિસ્ટ સાંભળવા મળે છે. સ્વર્ગનું કલ્પવૃક્ષ દવાની શક્તિઓમાં નજરે પડે છે. કોઈ કેઈ નેટિસબાજે એવા હોશિયાર અને વાચાળ હોય છે કે તે જ વતાનું કામ કરતા હોય તો લકોને ખૂબ આકર્ષી શકે. એક ખાસ દવા વેચનારની વાત કહું. આ માણસ દિલ્લી અને બડોદ વચ્ચેની રેલમાં આવ્યું. તેણે ઉર્દૂમાં ભાષણ શરૂ કર્યું. તેની પદ્ધતિ, તેની ભાષા, તેની દલીલબાજી, તેની પૂર્તિ જોઈ મને ખરેખર એમ થયું કે આ માણસ ધારાસભામાં જાય તે અજબ પ્રભાવ પાડે. એક જાટે તેને કહ્યું : “તેં જે દવા મને આપી હતી તેથી આંખ ઊલટી બગડી, માટે શરત પ્રમાણે મારા પૈસા પાછા આપે.” આણે હાજરજવાબીથી કહ્યું: “તે હું નહિ, તમે બીજા કેઈ પાસેથી જ દવા લીધી હશે. હું બાર વર્ષ થયાં દવા જાતે બનાવું અને વેચું છું. એક પણ કેસ બગડ્યો નથી. તમને નુકસાન થાય જ કેમ ? આ બધા પેસેંજરેને પૂછો કે કેાઈને મારી દવાથી નુકસાન થયું છે ? વધારે ખાતરી માટે આજ મારી દવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org