________________
મારે પંજાબને પ્રવાસ
[ રર૩
ઉપસંહાર વર્ણનનો ઉપસંહાર કરતાં મુસાફરી વખતે રાખેલાં ત્રણ દષ્ટિબિંદુઓથી પંજાબના અનુભવનું ટૂંકમાં પૃથક્કરણ કરી લેવું એ યોગ્ય ગણાશે.
૧: પ્રાંતિક વિશેષતા - (૧) શરીરનું કદાવરપણું–આ બાબત સર્વવિદિત છે. કોઈ પણ પ્રાંતને અને કોઈ પણ જાતિને ઊંચામાં ઊંચે અને મજબૂત માણસ જોતાં જ લે કે તેને પંજાબી કહી ઓળખે છે. (૨) સરલતાઃ પ્રમાણમાં બીજા બધા પ્રાંતિ કરતાં પંજાબની પ્રકૃતિમાં સરલતાને વિશેષ ગુણ મને જણાય છે. આનું કારણ કદાચ બુદ્ધિધૂળતા હોય. બંગાળી, દક્ષિણ, ગુજરાત કે સંયુક્ત પ્રાંતના પ્રમાણમાં પંજાબીઓની સામાન્ય બુદ્ધિ કાંઈક સ્કૂળ હોય છે. તેને નવી વસ્તુ લેતાં કે છોડતાં બહુ વાર નથી લાગતી. (૩) સંપત્તિઃ પંજાબમાં ખાવાપીવાનું ખાસ દુઃખ હોય એવી ગરીબી નથી, પણ તાલેવાન વર્ગ બીજા પ્રાંત જેટલે મેટ નથી (૪) વ્યાપાર-ધંધોઃ ત્યાંની મુખ્ય પેદાશ અનાજની. ખાસ કરીને ઘઉં, અને નિકાશ પણ તેની જ છે. (૫) આચારવિચારઃ ત્યાંનો આચારવિચાર સંયુક્ત પ્રાંત કે બિહાર જેવો સાંકડો અને ચોકબદ્ધ નથી. મારવાડ કે ગુજરાતની પેઠે ઉચ્છિષ્ઠ ભોજન પણ નથી. છતાં ખાનપાન, રસોઈની સ્વચ્છતા, પહેરવેશ આદિમાં મુસલમાન લેકેનું સ્પષ્ટ પ્રતિબિંબ હોઈ જાતિબંધનની તેટલી કટ્ટરતા નથી. (૬) સ્ત્રી સ્ત્રીએની પરાધીનતા હોવા છતાં સંયુક્ત પ્રાંત જેવું પડદાનું સખત બંધન નથી. સુંદરતા અને કીમતી પહેરવેશમાં પંજાબીઓ ચઢે ખરા. આર્યસમાજને બાદ કરીએ તો કેળવણીમાં પંજાબ ગુજરાત કરતાં ચડે નહિ.
૨: આર્ય લેકેની પ્રથમ વસવાટ કરવાની યોગ્યતા
આરબ, ઈરાની અને યુરોપિયને હિંદુસ્તાનમાં જળમાર્ગે આવ્યા. તે સિવાયની બધી જાતિઓ શક, દૂણ, પઠાણ, મુગલ વગેરે વાયવ્ય કોણને ખૂણેથી જ આ દેશમાં આવેલી. આર્ય લોકો મધ્ય એશિયા કે બીજા કોઈ ભાગમાંથી આ દેશમાં આવ્યાના મતે સ્વીકારી લઈએ તે તેઓને વાયવ્ય કણમાંથી જ આવેલા માનવા પડે છે. જે જે વાયવ્ય કોણમાંથી ખબરઘાટમાં થઈ હિંદુસ્તાનની ભૂમિમાં ઊતર્યા તે બધાની નજરે પહેલું મેદાન પંજાબનું પડ્યું. જેમ આ મેદાન પહેલું તેમ તે ઘણી બાબતમાં શ્રેષ્ઠ પણ તેવું જ. આબોહવા જુઓ તે પંજાબથી વધારે સારી ક્યાંયની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org