________________
શાંતિનિકેતન
[૨] લાંબા વખતની શાંતિનિકેતન જવાની તીવ્ર ઈચ્છા અને પ્રત્યક્ષ પરિચિત શ્રી ક્ષિતિજનસેન અને પત્ર દ્વારા અને સાહિત્યકૃતિ દ્વારા પરિચિત શ્રી વિધુશેખર ભટ્ટાચાર્યને આગ્રહપૂર્ણ પત્ર, એ બે બળે ભેગાં થયાં એટલે મારે શાંતિનિકેતન જવાનું થયું.
હીરાથી બરાબર ૯૯ માઈલને અંતરે બેલપુર સ્ટેશન છે. જે ગયી અને કલકત્તા વચ્ચે છે. જી. આઈ. પી. રેલવેનું એક સ્ટેશન છે. ત્યાંથી લગભગ બે અઢી માઈલને અંતરે શાંતિનિકેતન (રવીન્દ્રનાથ ઠાકુરનું પ્રસિદ્ધ સર્જનસ્થાન) છે. રવીન્દ્રના પિતાશ્રી દેવેન્દ્રનાથે સાધના કરેલી તેથી જ તે સ્થાન કવિશ્રીએ પસંદ કરેલું. કવિશ્રીની સંસ્થાનું નામ વિશ્વભારતી છે. તેના મુખ્ય બે અંશ છે. એક શાંતિનિકેતન, બીજું શ્રીનિકેતન. શાંતિનિકેતનમાં સાહિત્ય, કલા અને શાસ્ત્રને અભ્યાસ થાય છે. એટલે તેમાં બૌદ્ધિક શિક્ષણ મુખ્ય હોય અને તે દ્વારા શાંતિ મેળવવાને સંભવ હોવાથી એ ભાગનું નામ શાંતિનિકેતન રાખવામાં આવેલું છે. બીજા ભાગમાં ઉદ્યોગ ધંધાની ગોઠવણ છે. તેનો હેતુ આર્થિક હોઈ તેનું શ્રીનિકેતન નામ આપવામાં આવ્યું છે. મને તે કલ્પના થઈ કે શાંતિનિકેતન કરતાં બુદ્ધિનિકેતન અથવા ધીનિકેતન નામ હોત તે ધીનિકેતન અને શ્રીનિકેતન એ પ્રાચીન ક્રમ વધારે સચવાત. અસ્તુ.
શ્રીનિતન સંસ્થા, શાંતિનિકેતનથી બેએક માઈલને અંતરે છે. હું ત્યાં બહુ જ ડું રહ્યો છું અને તેમાં મારે વધારે વખત ત્યાંના વિદ્યોપાસક ગુસ-વર્ગશિષ્યવર્ગમાં ગયો તેથી હું જે લખું છું તે દોડતી ટ્રેનમાં બેઠેલા મુસાફરે લીધેલા કોઈ ફેટા કરતાં પણ તદ્દન અપૂર્ણ હવાનું, છતાં માત્ર બંગાળમાંની જ નહિ પણ હિંદુસ્તાનની પ્રસિદ્ધ સંસ્થાઓમાંની એ એક જ સંસ્થાને અધૂરી પણ આલેખું તો તેની પૂતિ આગળ કઈ કરી લે એવી આશા રાખું છું.
શાંતિનિકેતન સ્ટેશનથી ઉત્તર દિશામાં આવેલું છે. તેના દ્વારમાં દાખલ ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org