________________
મંગળયાત્રા
[૧૯૧ શ્રવણ, મનન અને નિદિધ્યાસન-સાક્ષાત્કાર શબ્દથી સૂચવી છે. જૈન ચિંતકોએ પણ ઈચ્છાયોગ, શાસ્ત્રગ અને સામર્થ્યગ જેવા સંકેતોથી એનું સૂચન કર્યું છે. ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ અને પારસી વગેરે ધર્મોમાં પણ જુદા -જુદા નામથી મંગળયાત્રાનું વર્ણન છે જ.
ધર્મના દિવસો માત્ર શ્રવણ માટે કે મૃતમયભાવના માટે નથી. એ સ્થિતિ તો રોજ-બ-રોજના જીવનમાં પણ છે વર અંશે ચાલુ રહે જ છે. પણ એ દિવસો આપણને મંગળયાત્રાની, બીજી મજલ ભણી વાળવા માટે નિર્ણાયા છે. આપણે સાંભળેલું વિચારીએ, સત્યાસત્યને વિવેક કરીએ એ જ વ્યક્તિગત અને સામૂહિક ધર્મપર્વને મુખ્ય હેતુ છે. સત્ય થોડા પણ અંશે બરાબર સમજાય તો અસત્ય સામે થવાની હિંમત પ્રગટયા વિના રહેતી જ નથી. સત્ય સેવવા માટે ગમે તેવાં જોખમ ખેડવાનો ઉત્સાહ એમાંથી જ પ્રગટે છે. આ રીતે વ્યક્તિગત અને સામૂહિક જીવન શુદ્ધિ ભણી વળે છે.
મંગળયાત્રા પૂર્ણ કરી હોય એવા અનેક નરપુંગવો દુનિયાના જુદા જુદા ભાગમાં થઈ ગયા છે. મંગળયાત્રા અસાધ્ય નથી. એ વસ્તુ પણ આપણી વચ્ચે જ થઈ ગયેલા પુરુષોએ દર્શાવી આપી છે. ગાંધીજીએ પોતાની ઢબે એ જ મંગળયાત્રા સાધી છે, જેમને આપણામાંના ઘણાએ નજરે નજર જોયા છે. શ્રી અરવિંદને નહિ જેનાર પણ તેમનાં લખાણોથી અને સર્જન નથી તેમની મંગળયાત્રાની પ્રતીતિ કરી શકે છે. મંગળયાત્રાની સાધ્યતા વિષે સંદેહ હોય તેને દૂર કરવા જ જાણે વિનોબા ભાવેએ પ્રસ્થાન આદર્યું ન હોય એમ એમનું સમગ્ર જીવન, વચન અને વર્તન દર્શાવી આપે છે.
મંગળયાત્રાની પહેલી મજલમાં દેશ, જાતિ, પંથ, વેશ, ક્રિયાકાંડ આદિન અભિનિવેશ રહે છે, જે માણસને એક કે બીજી રીતે બાંધી રાખે છે. બીજી મજલ શરૂ થતાં જ એ અભિનિવેશ ઢીલે થવા લાગે છે અને બીજી ભજલમાં જેમ જેમ આગળ વધાય તેમ તેમ અભિનિવેશકે મિથ્યા આગ્રહો વધારે ગળતા જાય છે, એટલે જ એ મજલમાં સત્ય અને શ્રેય વધારે સ્પષ્ટ સમજાય છે. માનસિક ગ્રંથિઓ અને દુરાગ્રહો એ જ સત્યદર્શનનાં આવરણ છે. ત્રીજી મજલમાં તો સત્યદર્શનને આલેક એટલે બધે તીવ્ર અને સ્થિર બને છે કે તેને જીવનના મૌલિક પ્રશ્ન વિષે સંદેહ જ નથી ઊઠતો. એના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org