________________
૧૯૮]
દર્શન અને ચિંતન અને બંગાળની વૃત્તિમાંથી દાખલ થયેલ હોય તેમ લાગે છે. એક કુકડો એ હતા કે જેણે હમણાં જ પિતાની સુંદરતા અને વ્યક્તિત્વને લીધે સો ઉપરાંત ઈનામ મેળવેલું, એની કિંમત પણ ગાય-ભેંસ કરતાં વધારે હતી. કુકડીઓ ઈંડાં સેવવામાં રોકાય તે તે વર્ષના ત્રણ મહિના જનનક્રિયા કરતી, તેથી એના ઈંડાં સેવવાના કામને જે ઉતારવા અને તેથી પ્રસૂતિ વડે અંડ ભક્ષકોને સંતોષવા તેમ જ વંશવૃદ્ધિ ચાલુ રાખવા પશ્ચિમીય શોધક દયાળુઓએ અનેક જાતનાં મશીન બનાવ્યાં છે. એ મશીનમાં ઈંડાં મૂકવાથી તે પોષાય છે, સેવાય છે. ખરેખર કુકડીઓ એ રાજયમહિષી અથવા શેઠાણીઓ છે કે જેઓને જન્મ આપ્યા પછી સંતતિ ઉછેરની લેશ પણ ચિંતા રહેતી નથી અને એ અમેરિકન અથવા જાપાન મશીનો જડ છતાં ધાવ માતાનું પૂરેપૂરું કામ આપે છે. મનુષ્યઅપત્યો માટે જે આવાં મશીને નીકળશે તો તે કામ ઉપર નભતી ધાવમાતાઓનું શું થશે ? એવો ભય મને એ મશીને તપાસતાં લાગ્યો. મુરગીની બાબતમાં એક વાત બહુ જ અદ્ભુત છે અને તે એ કે તેને ઇંડાં મૂકવામાં પણ મુરગાના સંગની અપેક્ષા જ નથી. એટલું ખરું કે પંસંયોગથી ઈંડું થયેલું હોય તે તેમાંથી બચ્ચાં થાય અને પંસંગ વિના ઈડાં આપે તો તે ભક્ષ્ય જ હોઈ શકે, તેમાંથી બચ્ચાં ન નીકળે. બીજી વાત એ કે જે ઈડ પુંજન્ય છે તેની કિંમત તેઓને દર ઈડે બે રૂપિયા આવી શકે, જ્યારે પુજન્ય સિવાયના ઈડની કિંમત દર ઈડે બે આના આવે. આ રીતે એક મુરગીની સતત જનનક્રિયાશક્તિ છતાં તેના ઈડની કિંમત અને વંશવૃદ્ધિમાં પુરુષને કેટલો ફાળો છે એ તત્ત્વ મુરગાની જાતિ સિવાય બીજી કઈ કઈ જાતિમાં છે તે અવશ્ય જિજ્ઞાસાને વિષય છે.
શ્રીનિકેતનમાં રેશમને ઉદ્યોગ પણ છે, તે માટે ત્યાં કીડાઓ પણ પાળવામાં આવે છે અને રેશમ કેવી રીતે તૈયાર થઈ છેવટે કપડું બને છે તે બધું શીખવવામાં આવે છે. કીડાઓનો ખોરાક, તેઓની કોશેટો બાંધવાની ક્રિયા તેઓનું, સંવર્ધન એ બધું જાણવા જેવું તો ખરું જ. કેસેટો તૈયાર થયા પછી જે કીડે તેને ભેદી નીકળી જાય તો એ કોશેટો રેશમ બનાવવામાં અને કપડામાં ઉપયોગી ન થાય; કારણ કે તે એવું કાણું પાડી દે છે કે જેથી તાંતણાઓ તૂટી જાય છે, માટે કોશેટો તૈયાર થયે કીડે તેને ભેદી ન દે એ કાળજી ખાસ રાખવી પડે છે. કીડાએ ભેદ્યા પહેલાં તેને ગરમ પાણીમાં નાખી દે એટલે કીડે મરી જાય અને કાકડું અખંડ નીકળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org