________________
૨૦૬]
દર્શન અને ચિંતન ત્યાં બજારને મંડી કહે છે અને તેમાં અનાજની મંડીઓ ખૂબ મોટી છે. ગુજરાત અને કાઠિયાવાડના અનેક માણસે એ મંડીઓમાં દેખાય છે. તેઓ લાખનો ધંધો કરે છે. લીંબડીના એક વેપારી જૈન ગૃહસ્થને મેં પૂછયું કે પંજાબમાં તમને કેવું માફક આવે છે. તેઓએ કહ્યું કે આ દેશમાં અમારે ખાસ રહેવાનું કે ખાવાપીવાનું ઠેકાણું-ઘર જેવું નથી. જંગલ જેવા સ્થાનમાં બારે માસ વા-વંટોળિયા ચાલતા હોય ત્યાં ઝૂંપડાં બાંધી ઘણી -વાર તે બબ્બે ચારચાર દિવસ માત્ર ચણા ખાઈ રહીએ છીએ, છતાં આરોગ્ય ઘણું સારું રહે છે. પંજાબમાં આવ્યા પછી કાઠિયાવાડનું એકવડિયું શરીર બદલાઈ ગયું છે અને પિદાશ પણ સારી છે.
હું હતા તે દરમિયાન જૈન સમાજમાં બે ત્રણ મરણ થયેલાં. તે બાબત પૂછતાં જણ્યું કે ત્યાં મરણ થયા પછી અમુક જાતનો ઉત્સવ મનાવવાની રીત છે. જે વૃદ્ધનું મરણ હોય તે મરનારના કુટુંબની સ્ત્રીઓ ખાસ કપડાં પહેરે છે અને ગુલાલ ઉડાડે છે. રેવા–પીટવાની ત્યાં રીત નથી.
- પંજાબમાં વર્ણભેદ નહિ જેવો છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય વચ્ચે તે ખાવાપીવાના વ્યવહારમાં ભેદ નથી જ એમ કહીએ તો ચાલે. રસોયો બ્રાહ્મણ હોય અને પીરસનાર બીજા વર્ણને હોય તો કોઈને વાંધે ગણાતો નથી. ચૅખાઈ ત્યાં નથી એમ કહેવું જોઈએ. સંયુક્ત પ્રાંત, બિહાર, બંગાળ, અને દક્ષિણ કરતાં ગુજરાતમાં અસ્વચ્છતા હોવાની ફરિયાદ સંભ-ળાય છે. પણ પંજાબ તો સૌને આંટે એવું છે. જ્યાં બેસે ત્યાં જ ઘૂંકે, ગમે તેવી જમીન ઉપર ખાવાનું મૂકીને ખાય અને હેઠે પડી ગયેલું લઈને ખાવામાં બિલકુલ સંકેચ નહિ. જે ધનવાનોને ત્યાં ચાંદીના વાસણો હતાં તેને ત્યાં પણ અસ્વચ્છતા પૂરી જોવામાં આવી. તે ઉપર દીવેલના લપેડા અને રેલા, વાસણો જમીને મૂકી દેવાનાં, ઊટકનાર ગમે તેવાં ઊટકે. બિહાર, સંયુક્ત પ્રાંત વગેરેમાં મચ્છીમાર જેવી હલકી વર્ણ પિતાનાં વાસણો ડાઘા વિનાનાં રાખે છે. ડાઘાવાળા ઠામને એઠું સમજી ત્યાં તેઓ ખાવાનું નહિ લે. પણ અહીં તો એ સંબંધી કશી સૂગ જ નથી.
છાશ–દહીંની વાપર બહુ છે. હમેશાં નાહતી વખતે એટલું બધું અને એવું સારું દહીં આવે કે મારા જેવાની તો તેને સ્નાનમાં વાપરવાની હિંમત જ ન ચાલે. છાશ કચ્છના જેવી જાડી, મળી અને તાજી મળે છે. ભેજન પછી છાશ પીવાનો ત્યાં બહુ જ રિવાજ છે. છાશને તેઓ લસી કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org