________________
૧૮૪].
દર્શન અને ચિંતન પ્રશંસા કરતો દેખાય છે. પછી ભલે તે છેક જ જૂઠાણાથી ભરેલી હાય ! લશ્કેદાર વિશેષણ સિવાય તેમાં બીજું શું હોય છે? જે એ જ સંસ્કૃતના લેખકને એમ કહેવામાં આવે છે કે મહેરબાની કરી તમે એનો અનુભવ સંભળાવે તે કાં તે એમાંથી સાંભળનાર શુન્ય જ મેળવવાનો અને સંભકળાવનાર પોતે શરમાવાનો. વળી મેં વધારે સખત ટીકા કરતાં એ પણ કહ્યું કે સંસ્કૃતમાં લખવું એનો અર્થ આશ્રયદાતાઓ અને અભણ દુનિયાની દષ્ટિમાં મહત્વ સાચવવું અને સાથે સાથે પોતાનું અજ્ઞાન પિષે જવું, એ જ છે. જે લેખકને કાંઈ સાચું અને નક્કર કહેવાનું જ હોય તેમ જ અનેક વાંચનાર સમક્ષ કાંઈ મૂકવા જેવું સાચે જ હોય તો તેઓ ચાલુ લેકભાષામાં લખતાં શાને સંકોચાય છે? અલબત્ત, પાંડિત્ય પ્રકટ કરવું જ હોય તે તેઓ સાથે સાથે ભલે સંસ્કૃતમાં પણ લખે. પરંતુ જેઓ માત્ર સંસ્કૃતમાં પ્રસ્તાવના વગેરે લખે છે, તેઓ મોટેભાગે વાચકોને અંધારામાં રાખવા સાથે પિતાના અજ્ઞાનને છુપાવે છે. મારી આ ટીકા સાચી હતી કે નહિ, તે કહેવાનું આ સ્થાન નથી. પણ અહીં તો એટલું જ કહેવાનું છે કે મારા કથનને જરા પણ અવિચારી સામનો કર્યા સિવાય સ્વ. મુનિશ્રીએ ત્યારબાદ મોટે ભાગે પ્રરતાવના સંસ્કૃતમાં લખવાને શિરસ્તો બદલી નાખે અને પરિણામે તેમનાં પ્રકાશનોમાં તથા તેમના શિષ્યનાં પ્રકાશનોમાં આજે અનેક મહત્ત્વની ઐતિહાસિક વસ્તુઓ ગુજરાતી ભાષા દ્વારા જાણવી સુગમ બની છે. આ એમની સત્યાગ્રાહી પ્રકૃતિએ મને વિશેષ વશ કર્યો.
પત્રાકારે પુસ્તક છપાવવું એમાં જેટલી સગવડ સાધુઓની હતી તેટલી જ અગવડ વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને લાયબ્રેરીના સંચાલકની હતી. પણ પત્રાકારે છપાવવું એ જાણે ધર્મનું વાસ્તવિક અંગ જ હોય તેમ ત્યારે કડક રીતે મનાતું. જ્યારે મેં અને બીજા સમયજ્ઞ મિત્રોએ સ્વ. મુનિનું ધ્યાન આ બાબત તરફ ખેંચ્યું ત્યારે તેઓ તરત સમજી ગયા. અને પછી એમણે એવો માર્ગ સ્વીકાર્યો કે સાધુઓની પત્રાકારની રૂચિ પણ સચવાય અને દેશ-વિદેશના વિદ્વાનની પુસ્તકાકાર પુસ્તકની માગણી પણ સંતોષાય. એક રીતે જોતાં તો આ બાબત નજીવી લાગે છે. પણ વિદ્યા અને પુસ્તકાલય–સંચાલકેની દૃષ્ટિએ આ બાબત કેટલી ઉપયોગી છે, તે સહેજે સમજાશે. આજે પણ સનાતન પ્રકૃતિના સંખ્યાબંધ સાધુઓ અને આચાર્યો છે, જેઓ ગમે તેવી ઉપયોગિતા છતાં પુસ્તકાકાર પ્રકાશનને ધૃણા નહિ તે ઉપેક્ષાની દૃષ્ટિથી અવશ્ય જુએ છે. પરિણામ એ આવ્યું છે કે પત્રાકાર ગ્રંથ મેજુદ છતાં એની પુસ્તકાકાર આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં કેટલીક સંસ્થાઓ અને વિદ્વાનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org