________________
૧૫ર]
દર્શન અને ચિંતન એ માત્ર સમારંભ ન રહેતાં એક કાર્યસાધક પગલું બની રહે.
સામાજિક સુધારણું અને બીજા ફેરફારો કરાવવાની બાબતમાં કોન્ટ્રરન્સ કરવા જેવું હોય તે મુખ્યપણે અત્યારે એ છે કે વહેમી અને ખર્ચાળ પ્રથાઓના ભારથી કચડાતા મધ્યમ વર્ગને એ જાળમાંથી મુક્તિ અપાવે એવું વાતાવરણ તૈયાર કરવું. એ સિવાયના બીજા સુધારા ને ફેરફારની બાબતમાં આજની સામાજિકતા જે રીતે ઘડાઈ રહી છે અને દેશ-વિદેશનાં બળો એને ઘડવામાં જે રીતે કામ કરી રહ્યાં છે તે જોતાં એ નિશ્ચિત છે કે જૈનસમાજ પિતાનું સામાજિક જીવન આપમેળે જ એ પરિવર્તન અને સુધારણાને અનુકૂળ કરી લેવાનો. એમ કર્યા વિના એની બીજી કોઈ ગતિ જ નથી. પરંતુ શિક્ષણ અને સાહિત્યનો એક એવો આગવો પ્રદેશ છે કે જે બાબતમાં કોન્ફરન્સ ઘણું કરવા જેવું છે. હું ધાર્મિક અને તત્વજ્ઞાનના ચાલુ શિક્ષણની કે તેવું શિક્ષણ આપે તેવા શિક્ષક તૈયાર કરવાની વાત નથી કહેતે. એ કામ ઉપાશ્રયો અને મહેસાણા જેવી પાઠશાળાઓ ભારત ચાલી રહ્યું છે અને એમાં અનેક મુનિઓ તેમ જ ગૃહસ્થનો સહયોગ પણ છે. હું જે શિક્ષણની વાત કહેવા ઇચ્છું છું તે ઉચ્ચ ભૂમિકાના સર્વગ્રાહી શિક્ષણની વાત છે. આજે શિક્ષણ વ્યાપક બનતું જાય છે. એનું ઊંડાણ પણ ઉચ્ચ ભૂમિકાએ વધતું જાય છે. મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયની સંખ્યા વધતી જાય છે. ઉચ્ચ અને ઉચ્ચતર અધ્યયનની માગણી વધતી જાય છે, અને એ માગણીને સંતોષે એવા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઠીક ઠીક વધતી જાય છે. તેથી આ સમય આપણા માટે બહુ અનુકૂળ છે. જે કોન્ફરન્સ ધર્મ અને તત્ત્વજ્ઞાનના ઉષ્ય ભૂમિકાસ્પર્શી શિક્ષણની દષ્ટિએ કાંઈક કરે તો એમાં એને જશ મળે તેમ છે.
આ કામના મુખ્ય બે ભાગ છેઃ (૧) તૈયાર મળે એવા સુનિષ્ણાત કે નિષ્ણત વિદ્વાનો દ્વારા વિષયવાર સાહિત્ય તૈયાર કરાવવું અને સાથે સાથે મહાવિદ્યાલયે કે વિશ્વવિદ્યાલયોમાં પૂરી ગ્યતાથી કામ કરી શકે એવા થોડા પણ નિષ્ણાતો તૈયાર કરવા-કરાવવામાં શક્તિ ખરચવી. (૨) અનેક વિષયનું પ્રાચીન સાહિત્ય આપણે ત્યાં છે. તેમાંથી પસંદગી કરી વિશિષ્ટ વિદ્વાનો મારફત તેનું આધુનિક દૃષ્ટિએ સંપાદન–પ્રકાશન કરવું એ કોન્ફરન્સની પ્રવૃત્તિનું એક અંગ હોવું જોઈએ. પુસ્તકે અનેક પ્રસિદ્ધ થાય છે, પણ જ્ઞાનની નવી પેઢીને સતિષે એવાં બહુ વિરલ પ્રસિદ્ધ થાય છે. પ્રાચીન જૈન સાહિત્યનું વિશ્વસાહિત્યમાં એગ્ય મૂલ્યાંકન થાય તે માટે નવી દૃષ્ટિએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org